હઝરત ઈમામ હુશેનની શહાદતમાં યોજાતા વાએઝ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

હઝરત ઈમામ હુશેનની શહાદતમાં યોજાતા વાએઝ

અરબસ્તાનના રણપ્રદેશ કરબલાની ભૂમિ પર યઝીદ નામના બની બેઠેલા જુલ્મી શાસનકર્તા હાકેમના વીસ હજાર જેટલા હથિયારધારી લશ્કર સામે અલ્લાહના ખાસ નબીના દોહિત્ર હઝરત ઈમામ હુશેને પોતાના બોતેર જાનીસાર-સાથીઓ સાથે હક્કની અને માનવ ભલાઈ કાજે સત્યની રાહમાં આપેલ શહાદતની કુરબાનીના વર્ષો વિત્યા છતાં આજેપણ ઈતિહાસમાં માનવ સમાજ માટે પ્રેરણાદાયી બની રહી છે. મોહર્રમના દિવસોમાં સત્યની જ્યોત પ્રજ્જવલિત કરનાર શહીદે આઝમ હઝરત ઈમામ હુશેનની શહાદતને યાદ કરી દુનિયાભરના મુસ્લિમો આજે પણ ગમગીન બની પોતાના અકિદતના પુષ્પો અર્પણ કરે છે. મૌલાના મુફતિ ફારૃક રઝા નિઝામી, મુફતિ હમ્માદ રઝા, મૌલાના ફૈઝુલ હસન રઝવી, મૌલાના સુલેમાન, બરકાતી, મૌલાના સીદીક બરકાતી, મૌલાના કારી મહમદ મુસ્તાક બ્લોચ હબીબી ચિશ્તી, મૌલાના તાજુદ્દીન શાહ, હાફીઝ આફતાબ, મૌલાના શમશાદ રંગેબરંગી રોશનીની અને મંડપ સજાવટ સાથે દસ દિવસ યોજાતા વાએઝના પ્રોગ્રામમાં પોતાની આગવી શૈલીમાં શહાદતના બ્યાન કરી રહ્યાં છે. જેને સાંભળવા હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે તે સમયે સલાતો-સલાત પછી હજારોની સંખ્યામાં મુસ્લિમ અકિદતમંદોને ન્યાઝ તકસીમ કરવામાં આવે છે. (તસ્વીરઃ નિર્મલ કારીયા)જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image