ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કર્યા ભગવાન દ્વારકાધીશ-નાગેશ્વરના દર્શન-પૂજન

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

ઉપરાષ્ટ્રપતિ વૈંકેયા નાયડુએ કર્યા ભગવાન દ્વારકાધીશ-નાગેશ્વરના દર્શન-પૂજન

પારંપારિક વેશભૂષામાં લોક-કલાકારોને રાસ મંડળીઓએ સત્કાર્યાદ્વારકા તા. ૬ઃ ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકેયા નાયડુએ ભગવાન દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવના મંદિરોમાં સપરિવાર સાથે પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી.ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા હતાં. તેમણે પોતાના ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન સાથે સપરિવાર જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ઉપરાષ્ટ્રપતિશ્રીને પૂજન-અર્ચન સાથે સાથે પાદૂકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું તેમજ મંદીરની પ્રદક્ષિણા કરી હતી. બાદમાં દેવકીજીના મંદિરમાં દર્શન કર્યા હતાં.આ પ્રસંગે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અભિવ્યક્ત કરતા આશાપુરા રાસ મંડળી-મકનપુર દ્વારા અને કસ્તુરબા ગાંધી વિદ્યાલય-આરંભડા દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સંગઠનના મહિલાઓ દ્વારા કુમ કુમ તિલક કરી ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જવલંત ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, એસપી નિતેશ પાંડે, ગ્રામગૃહ નિર્માણ બોર્ડના પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરા, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી, સંગઠનના અગ્રણીઓ, મયુરભાઈ ગઢવી, શૈલેષભાઈ કણઝારિયા, વિજયભાઈ બુજડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.ઉપરાષ્ટ્રપતિ પવિત્ર શ્રાવણ માસમાં દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકી શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે પણ પહોચ્યા હતાં. અહીં તેઓનું પારંપારિક વેશભૂષામાં ઉપસ્થિત સ્થાનિક લોક-કલાકારો દ્વારા વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાથી ૧૪ કિ.મી. દૂર બિરાજમાન જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવના મંદિરમાં આજે તેઓએ તેમની ધર્મપત્ની શ્રીમતી ઉષાબહેન સાથે પવિત્ર શ્રાવણ માસમાં વિશેષ પૂજન-અર્ચન અને પ્રાર્થના કરી હતી. આ વેળાએ હર્ષવર્ધનભાઈ અને રાધાબહેન, રવિભાઈ તેજા અને નિહારિકાબહેન સહિતના પરિવારજનોએ નાગેશ્વર મહાદેવની આરતી કરીને સમગ્ર પરિવારે મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું.આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિએ મંદિર પરિસરની મુલાકાત લઈ, મંદિરના મહાત્મ્ય અંગે જાણકારી મેળવી હતી. આ તકે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ચીફ પ્રોટોકોલ ઓફિસર જવલંત ત્રિવેદી, જિલ્લા કલેક્ટર એમ.એ. પંડ્યા, જિલ્લાના અગ્રણીઓ યુવરાજસિંહ ગઢવી અને મયુરભાઈ ગઢવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. નાગેશ્વર મંદિરના મહંત ગીરધર ભારથી, મહેન્દ્રભારથી, ભીખુલાલ ભોગાયતા, પવનભાઈ મિશ્રા, જયદીપભાઈ ગોસ્વામી, જ્યોત્સનાબેન દ્વારા શાસ્ત્રોક્ત વિધિ તેમજ મંત્રોચ્ચાર સાથે નાગેશ્વર મહાદેવની પૂજનવિધિ સંપન્ન કરવામાં આવી હતી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image