ભારતના ઉપરાષ્ટ્રપતિ, ગુજરાત તથા દિલ્હીના મુખ્યમંત્રીઓનું હાલારમાં આગમન થશે...

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ભારતના ઉપરાષ્ટ્રપતિ, ગુજરાત તથા દિલ્હીના મુખ્યમંત્રીઓનું હાલારમાં આગમન થશે...

પધારો મહાનુભાવો...ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ કે જેમની ઉપરાષ્ટ્રપતિ પદની મુદ્દત પૂર્ણ થઈ રહી છે, તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે દ્વારકાની મુલાકાતે આવતીકાલે પધારી રહ્યા છે.પ્રોટોકોલ મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમને આવકારવા જામનગર આવશે. ત્યારપછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ લમ્પી રોગચાળા અંગે ઉચ્ચ સ્તરની સમીક્ષા બેઠક યોજશે અને આઈસોલેશન વિભાગના સ્થળની મુલાકાત લેનાર છે.આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આવતીકાલે જામનગર આવી વેપારીઓ-ઉદ્યોગકારો સાથે સંવાદ કરશે. ઓશવાળ સેન્ટરમાં તેમનો કાર્યક્રમ યોજાયો છે.આ બધી ગતિવિધિમાં ઉપરાષ્ટ્રપતિના પ્રવાસ-મુલાકાત દેશના ઉચ્ચતમ પદાધિકારીની કોઈ સરકારી પ્રોજેક્ટ અન્વયે મુલાકાત નહીં પણ સંભવતઃ વ્યક્તિ પ્રવાસ ગણી શકાય.પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈની મુલાકાત લમ્પી રોગચાળા સંદર્ભમાં મહત્ત્વપૂર્ણ બની રહેશે. જામનગર શહેર અને જિલ્લામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પી રોગચાળો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દરરોજ ગૌવંશના લમ્પીના કારણે મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને જામનગરમાં આ રોગચાળા સંદર્ભમાં થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી જરૃરી સૂચનાનો અમલ કેટલો અસરકારરીતે અને કેટલો ઝડપથી થાય છે તે જોવાનું રહ્યું...!અત્યારે તો સત્તાધારી ભાજપ પક્ષ તેમજ સરકાર, સરકારી વિભાગો આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના કાર્યક્રમો, હર ઘર તિરંગાના અભિયાન તથા સેવા સેતુ જેવા કાર્યક્રમોમાં અતિ વ્યસ્ત છે. તેમાં લમ્પી રોગચાળા અંગેના કાર્યવાહીમાં પશુપાલન વિભાગ, મહાનગરપાલિકા તથા અન્ય સંલગ્ન વિભાગોની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાની ચર્ચા છે. જામનગરમાં રખડતા ઢોરના ટોળા યથાવત છે અને આ ટોળામાં લમ્પીગ્રસ્ત પશુ ફરતા હોવાથી રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. લમ્પીગ્રસ્ત ગાયોને રાખવાની અલાયદી વ્યવસ્થામાં ઉણપ હોય શકે છે. આ ઉપરાંત સૌથી સંવેદનશીલ બાબત લમ્પીમાં મૃત્યુ પામેલી ગૌમાતાના મૃતદેહોના નિકાલ કરવા અંગેની છે. મૃતદેહોને ખાડામાં આડેધડ ફેંકી દેવામાં આવે છે. માટી કે મીઠું નાખવામાં આવતું નથી તેવા પુરાવા સાથેની રજુઆતો થઈ છે.આ તમામ બાબતોની ચર્ચા મુખ્યમંત્રી સમક્ષ થાય તે જરૃરી છે અને ભૂપેન્દ્રભાઈએ ખરેખર તો શહેરોમાં (તેમની કારમાં કાફલા સાથે) ફરીને નિરીક્ષણ કરવાની જરૃર છે, એટલું જ નહીં જ્યાં ગૌમાતાના મૃતદેહોના નિકાલ કરવા માટેનું સ્થળ છે ત્યાં તો ખાસ મુલાકાત લેવી જોઈએ... બાકી અગાઉથી જ તેમના કાર્યક્રમની જાણ હોવાથી ગૌશાળા કે આઈસોલેશન સ્થળ તો 'સબ સલામત' ની જેમ સાફ સુથરૃં કરી દેવાશે. સાચી અને વાસ્તવિક સ્થિતિની ખબર ક્યાંથી પડશે? જોઈએ સીએમ સાહેબ સરપ્રાઈઝ વિઝિટ કરે છે કે નહીં..!!આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલનો ૫ણ આવતીકાલનો કાર્યક્રમ જાહેર થયો છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પૂરા જોશથી લડવા માટે કમર કસે છે અને કેજરીવાલ ઉપરાઉપરી ગુજરાતના વિવિધ શહેરોની મુલાકાત લઈ સભાઓને સંબોધી રહ્યા છે, વિવિધ સંગઠનો સાથે સંવાદ કરી આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી રહ્યા છે. રાજકીય પ્રચાર અર્થે તેઓ જામનગરમાં વેપારીઓ-ઉદ્યોગકારો સાથે સંવાદ કરી તેમના પ્રશ્નો-સૂચનો-રજુઆતો સાંભળશે.કેજરીવાલની આ મુલાકાતમાં વેપારીઓ, ઉદ્યોગકારો ભાગ લેવા ન જાય તે માટેનું કેન્વાસીંગ-દબાણ થઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.જોઈએ આવતીકાલના કેજરીવાલના સંવાદ કાર્યક્રમમાં કોણ કોણ હાજર રહે છે અને રજુઆત કરવાની કેટલા હિંમત કરે છે.!જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image