અજાણ્યા પ્રૌઢનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુઃ ઓળખ આપવા અનુરોધ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

અજાણ્યા પ્રૌઢનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુઃ ઓળખ આપવા અનુરોધ

બીમારીના કારણે કરાયા હતા દાખલઃજામનગર તા.૫ ઃ જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ એક અજાણ્યા પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું છે. જામનગરના મોક્ષ ગ્રુપના કાર્યકરે પોલીસને જાણ કરી છે પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ આદરી છે.જામનગરની જી.જી. હોસ્પિટલમાં આવેલા ટ્રોમા વોર્ડમાં ગઈકાલે રાત્રે એક અજાણ્યા બીમાર પ્રૌઢનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. અંંદાજે પચ્ચાસેક વર્ષની વયના આ પ્રૌઢને કોઈએ સારવાર માટે દાખલ કર્યા હતા.ઉપરોક્ત તસ્વીરવાળા પ્રૌઢના શરીર પર વાદળી રંગનું શર્ટ તથા વાદળી રંગના પટાવાળી લુંગી ધારણ કરેલ છે. પાતળો બાંધો ધરાવતા મૃતકના કોઈ સગા-સંબંધી મળી આવેલા ન હોય. સમાજ સેવક હિતેશગીરી લાલગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. પીએસઆઈ એ.બી. સપીયાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકની ઓળખ મેળવવા તપાસ શરૃ કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image