જોડિયાના વાવડીમાં જમીનના પ્રશ્ને બે યુવાનને માર મારી કરાયા ફ્રેક્ચર

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

જોડિયાના વાવડીમાં જમીનના પ્રશ્ને બે યુવાનને માર મારી કરાયા ફ્રેક્ચર

મહિલા તથા તેના પતિ-પુત્ર સામે ગુન્હોઃજામનગર તા.૬ ઃ જોડિયાના વાવડી ગામમાં જમીનના મુદ્દે ગુરૃવારે સાંજે બે યુવાન પર એક મહિલા, તેના પતિ, પુત્રએ હુમલો કરી બંનેને ફ્રેક્ચર કરી નાખ્યા હતા.જોડિયા તાલુકાના વાવડી ગામમાં વસવાટ કરતા સંજયભાઈ રામાભાઈ બાલસરા નામના યુવાન તથા દિનેશભાઈ પર ગુરૃવારની સાંજે તેઓ જ્યારે પોતાના ખેતરે હતા ત્યારે હુમલો થયો હતો.વાવડી ગામના જ અમુભાઈ હીરાભાઈ બાલસરા, ભાનુબેન અમુભાઈ, સાગર અમુભાઈ બાલસરાએ દિનેશભાઈની જમીન અમારામાં નીકળે છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી પાઈપ, છરી, ઢીકાપાટુ વડે બંને યુવાનને ધમારી નાખ્યા હતા. હુમલામાં દિનેશભાઈને બંને પગમાં ફ્રેકચર અને માથામાં ઈજા થઈ હતી. જ્યારે સંજયનો ડાબો હાથ ભાંગી ગયો હતો. પોલીસે આઈપીસી ૩૨૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), ૧૧૪, જીપી એકટની કલમ-૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image