ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ કરાયા મંજૂર

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના બે દિવસના રિમાન્ડ કરાયા મંજૂર

એસઓજીએ પકડી પાડ્યો'તોઃજામનગર તા.૫ ઃ જામનગરના બેડી વિસ્તારમાંથી એસઓજીએ ૫૯ ગ્રામ ડ્રગ્સ સાથે એક શખ્સની અટકાયત કર્યા પછી આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જામનગરના બેડીમાં બાવા ફળીમાં એક શખ્સ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરાતું હોવાની બાતમી પરથી જામનગર તથા દ્વારકા એસઓજીના સ્ટાફે મંગળવારે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બિલાલ અબ્દુલ દલ નામના શખ્સને ૫૯ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે પકડી પાડ્યો હતો. આ શખ્સની સામે બેડી મરીન પોલીસ સ્ટેશનમાં એનડી પીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે તેનો કબજો બેડી મરીન પોલીસને સોંપવામાં આવ્યો હતો. આ શખ્સને ગઈકાલે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવતા તેના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image