જામ્યુકો દ્વારા આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

જામ્યુકો દ્વારા આવતીકાલે સેવા સેતુ કાર્યક્રમ

જામનગર તા. ૫ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૬-૫-૨૨ ના રોજ વોર્ડ નંબર ૧૩ થી ૧૪ નિર્ધારિત સેવા સેતુ કાર્યક્રમ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી એમ.પી.શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.આ સેવા સેતુ કાર્યક્રમમાં જામનગર મહાનગર પાલિકાના વિભાગો જેવા કે જન્મ મરણના દાખલા, લગ્નની નોંધના દાખલાઓ, પ્રોપર્ટી ટેકસ, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદ્દાઓ, આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા પેન્શન કાર્ડ, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ, જાતિનો દાખલો, પીજીવીસીએલ તેમજ સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગના દાખલાઓ, રેવન્યુ અરજી, વારસાઈ અરજી, ઉપરાંત આધારકાર્ડની કામગીરી અને આઈસીડીએસ દ્વારા ૦ થી ૫ વર્ષ સુધીના બાળકો માટેના આધાર કાર્ડ સહિતની સેવાઓ વોર્ડ નંબર ૧૩ અને ૧૪ ના નાગરિકોને એક જ સ્થળેથી સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં મળી રહેશે. જેનો જાહેર જનતાએ લાભ લેવા જામનગર મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image