સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં વધુ ત્રણ આરોપીની કરાઈ ધરપકડ

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

સગીરા પર દુષ્કર્મ ગુજારવાના ગુન્હામાં વધુ ત્રણ આરોપીની કરાઈ ધરપકડ

અગાઉ બે આરોપીની સંડોવણી ખૂલી'તીઃજામનગર તા.૬ ઃ જામનગર તાલુકાના એક ગામની સગીરા ગર્ભવતી બની ગયા પછી તેણી પર અલિયા બાડાના બે શખ્સે દુષ્કર્મ ગુજાર્યાનું બહાર આવ્યું હતું. પોલીસે બંને આરોપીની ધરપકડ કર્યા પછી વધુ ત્રણ શખ્સના નામ ખૂલતા ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.જામનગર નજીકના એક ગામમાં વસવાટ કરતી સગીરા પર અલિયાબાડાના હરપાલસિંહ ઉર્ફે હકલી તથા કિશન આહિર નામના બે શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજારતા આ સગીરા ગર્ભવતી બની ગઈ હતી. તેણીના પેટમાં આઠ મહિનાનો ગર્ભ થઈ જતા આખો મામલો પોલીસમાં પહોંચ્યો હતો. પોલીસે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની ધરપકડ કરી હતી. ત્યારપછી આગળ વધેલી તપાસમાં ઘોઘુભા સોેઢા, કમલેશ ઉર્ફે કવા પટેલ તથા કમલેશ ભરવાડા નામના ત્રણ શખ્સની પણ આ ગુન્હામાં સંડોવણી જાહેર થતા આ શખ્સોને પણ પોલીસે પકડી પાડ્યા છે. વધુ એક શખ્સની સંડોવણી હોવાનંુ જાણવા મળી રહ્યંુ છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image