આ પૂજારીએ વેરો ચૂકવવા સિક્કાનો કર્યો ઢગલો ! ગણતા કર્મચારીઓને પણ પરસેવો વળી ગયો, જુઓ VIDEO

Tv9 | 6 months ago | 27-09-2022 | 07:55 am

આ પૂજારીએ વેરો ચૂકવવા સિક્કાનો કર્યો ઢગલો ! ગણતા કર્મચારીઓને પણ પરસેવો વળી ગયો, જુઓ VIDEO

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi Sep 27, 2022 | 7:11 AM Rajkot : 50 પૈસાના ચલણી સિક્કાનું 1 હજાર 100 રૂપિયાનું પરચૂરણ ગણતા કોર્પોરેશનના (Rajkot Municicpal Corporation) કર્મચારીઓને પણ પરસેવો વળી ગયો હતો. વાત છે રાજકોટના પૂજારી હેમેન્દ્ર ભટ્ટની(Priest hemendra BHatt) … પૂજારી હેમેન્દ્ર ભટ્ટ હાઉસ ટેક્સ ચુકવવા માટે 1 હજાર 100 રૂપિયા ચૂકવવા 50 પૈસાના 2 હજાર 200 સિક્કાઓ લઈ મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. પરંતુ સિક્કાઓ ગણવાની પરોજણમાં ના પડવા માગતા કર્મચારીઓએ પરચૂરણ સ્વિકારવાનો ઈનકાર કર્યો. બાદમાં પૂજારીએ વિરોધ કરીને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા કર્મચારીઓએ (Corporation Employe) પરચૂરણનો સ્વિકાર કર્યો હતો, ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ આ પૂજારી મહાશયે પરચૂરણમાં જ વેરો ચૂકવ્યો હતો.તમને જણાવી દઈએ કે, આ હેમેન્દ્ર ભટ્ટ નામના આ વ્યક્તિ મારૂતિ મંદિરના (maruti Temple) પૂજારી છે. જેના કારણે તેમને મોટાભાગની આવક મંદિરના સિક્કાના સ્વરૂપમાં મળતી હોય છે. જો કે શરૂઆતમાં કોર્પરેશનના કર્મચારીઓએ ચિલ્લર સ્વીકારવાની ના પાડી. પરંતુ પૂજારીએ કહ્યું કે, શું આ ભારતીય ચલણ નથી અને તેણે આ પહેલા પણ આ જ રીતે ટેક્સ ચૂકવ્યો હોવાનુ જણાવ્યુ હતુ.

Google Follow Image