Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm
બોલો, કોન્ટ્રાક્ટરે ઈજનેરની રાવ કરી!જોડિયા તા. પઃ જોડિયા નજીકના ઊંડ-ર ડેમ પર એજન્સીના કામદારો ફરજ ઉપર હાજર હોવા છતાં અધિકારી દ્વારા કોન્ટ્રાક્ટર એજન્સીને નોટીસ પાઠવાનો મામલો ગરમાયો છે.ધ્રોળ ડિવિઝનના ઊંડ-ર ડેમનો લેબર કોન્ટ્રાક્ટ ખાનગી પેઢીને આપવામાં આવ્યો હતો. જે કામ ચાલુ થતા જ કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા માજોઠ અને તારણા ગ્રામ પંચાયતને લેખિતમાં જાણ કરી દેવામાં આવી હતી અને તા. ૬-૭-ર૦રર નું એસઓ-ધ્રોળ અને ડેપ્યુટી ઈજનેર-ધ્રોળ, કાર્યપાલક ઈજનેર જામનગર દ્વારા ડેમની સાઈટ વિઝિટ કરવામાં આવી હતી ત્યારે પ્રભાત કન્સ્ટ્રક્શનના લેબરો હાજર હતાં.આ પછી તા. ૧૩-૭-ર૦રર ના જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા કલેક્ટર દ્વારા સ્થળ મુલાકાત સમયે લેબરો ડેમ સાઈટ ઉપર હાજર હતાં તેના ફોટ, વીડિયો ક્લિપ પણ ઉપલબ્ધ છે. અગાઉ ક્યારેય એજન્સીના માણસો ફરજમાં હાજર રહેતા ન હતાં, પરંતુ પ્રભાત કન્સ્ટ્રક્શનને કામ મળ્યું ત્યારથી બધા હાજર રહે છે.આમ છતાં એસઓ ધ્રોળ અને ડેપ્યુટી ઈજનેર ધ્રોળ દ્વારા તા. ૧૧-૭-ર૦રર ના નોટીસ પાઠવી લેબરો હાજર નથી તેમ જણાવ્યું હતું. તો આ પચાસ દિવસ સુધી કામ કર્યું તેનો પગાર કોણ ચૂકવશે? આમ માનસિક અને આર્થિક ત્રાસ આપવામાં આવે છે. આમ ખોટી રીતે નોટીસ પાઠવાઈ હોવાની ફરિયાદ પ્રભાત કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag