હથિયાર સાથે પકડાયેલા આરોપીએ વધુ એક પિસ્તોલ, કારતૂસ કાઢી આપ્યા

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

હથિયાર સાથે પકડાયેલા આરોપીએ વધુ એક પિસ્તોલ, કારતૂસ કાઢી આપ્યા

રિમાન્ડ દરમિયાન પોલીસ પાસે વેર્યા વટાણાઃજામનગર તા.૬ ઃ જામનગરના ખોજાનાકા વિસ્તારમાં રહેતા બ્રાસપાર્ટના કારખાનેદારને પોલીસે દેશી બનાવટની પિસ્તોલ, કારતૂસ સાથે પકડી લીધા પછી તેના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં આ આરોપીએ વધુ એક પિસ્તોલ તથા બે કારતૂસ અને મેગ્ઝીન કાઢી આપ્યા છે.જામનગરના ખોજાનાકા વિસ્તારમાં વસવાટ કરતા તન્વીર ઈકબાલ વિજળીવાળા નામના શખ્સને પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા કારતુસ સાથે પકડી પાડ્યો હતો. તે પછી આ આરોપીને અદાલતમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા હતા અને સઘન પૂછપરછ હાથ ધરી હતી.આ આરોપીએ પોતાના મકાનમાં વધુ એક પિસ્તોલ પડી હોવાની કબૂલાત કરતા પીઆઈ એમ.જે. જલુના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે આરોપીના ખોજાનાકા નજીક રતનબાઈ કન્યાશાળા સામેના મકાનમાં દરોડો પાડી વધુ એક પિસ્તોલ, બે કારતૂસ તથા મેગ્ઝીન મળી કુલ રૃા.૨૫,૭૦૦નો મુદ્દામાલ ઝબ્બે લીધો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image