અંધાશ્રમ આવાસમાં તીનપત્તી રમતા દસ મહિલા ઝડપાયા

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

અંધાશ્રમ આવાસમાં તીનપત્તી રમતા દસ મહિલા ઝડપાયા

અન્ય પાંચ દરોડામાં ત્રેવીસ શખ્સ અને બે મહિલા સામે કાર્યવાહીઃ અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલઃજામનગર તા.૬ ઃ જામનગરના અંધાશ્રમ આવાસમાં ગઈકાલે જુગાર રમતા દસ મહિલાને પોલીસે દરોડો પાડી ઝડપી લીધા હતા. જ્યારે ગઈરાત્રે ધ્રોલમાં તીનપત્તી રમી રહેલા સાત શખ્સ પકડાયા હતા. તે ઉપરાંત લાલપુર, જામજોધપુરના જામવાડી, અમરાપર, જામનગર તાલુકાના ધુડશિયામાં પાડવામાં આવેલા ચાર દરોડામાં સોળ પત્તાપ્રેમી પકડાયા હતા. પોલીસે અડધા લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.જામનગરના અંધાશ્રમ આવાસમાં ગઈકાલે જુગાર રમાતો હોવાની બાતમી મળતા સિટી-સી ડિવિઝનના સ્ટાફે સાંજે દરોડો પાડ્યો હતો. ત્યાં બ્લોક નં.૯૭માં ત્રીજા માળે પગથિયા પાસે આવેલી ખુલ્લી છીતરીમાં કુંડાળુ વળીને બેસેલા દસ મહિલા જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.ત્યાં કડિયા દીપાબેન ધર્મેશભાઈ પરમાર, ખત્રી અરૃણાબેન અશોકભાઈ મામતોરા, મેર ભાનુબેન વિજયભાઈ થાપલીયા, ગરાસિયા સુમિતાબા જયુભા પરમાર, પુરીબેન ભીખાભાઈ ચૌહાણ, કંચનબા વકતાજી જાડેજા, પાયલબા દિવ્યરાજસિંહ પરમાર, મંજુબેન ખીમજીભાઈ ડોરૃ, સપનાબેન જયેશભાઈ પરીખ નામના દસ મહિલા તીનપત્તી રમતા મળી આવ્યા હતા. પોલીસે પટમાંથી રૃા.૧૧,૯૧૦ રોકડા કબજે કરી જુગારધારાની કલમ-૧૨ હેઠળ કાર્યવાહી કરી છે.જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં સ્મશાન પાસે ગઈકાલે સાંજે ગંજીપાના કૂટતા કમલેશ કાળુભાઈ સીતાપરા, સવજીભાઈ મોહનભાઈ સીતાપરા, જીતેશ સવજીભાઈ સીતાપરા, જગદીશ કાળુભાઈ સીતાપરા, ધર્મેન્દ્ર વસરામભાઈ રાઠોડ, રાહુલ કાળુભાઈ સીતાપરા નામના છ શખ્સને પોલીસે રૃા.૨,૮૫૦ સાથે પકડી લીધા હતા.લાલપુર શહેરમાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમતા અલારખા દોસમામદ ખફી, ખીમાભાઈ જીવાભાઈ ખરા, અલી કરીમ કટારીયા, નથુભાઈ પેથાભાઈ ચાવડા, મનસુખભાઈ અંબાલીયા નામના પાંચ પત્તાપ્રેમી પોલીસની ગિરફતમાં આવી ગયા હતા. પોલીસે રૃા.૧,૦૩૦ કબજે લીધા છે.જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં ગઈકાલે બપોરે રોનપોલીસ રમતા રમણીકભાઈ રતનશીભાઈ વીરોજા, સુરેશભાઈ મગનભાઈ સગારકા નામના બે શખ્સને પોલીસે ઝડપી લઈ રૃા.૪,૪૩૦ કબજે કર્યા હતા.જામજોધપુર તાલુકાના અમરાપર ગામમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા અરજણ બાલુભાઈ પરમાર, રામદેભાઈ પોપટભાઈ કડછા, રામદેભાઈ ભીમાભાઈ વદર, રાણીબેન રામદેભાઈ વદર, શાંતિબેન પૂંજાભાઈ ઓડેદરા નામના પાંચ વ્યક્તિ મળી આવ્યા હતા. રૃા.૧૦,૪૫૦ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.ધ્રોલ શહેરમાં જયોતિ પાર્ક સોસાયટીમાં શેરી નં.૪માં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી પોલીસે દરોડો પાડતા ત્યાંથી સ્ટ્રીટલાઈટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા રોહિત કમલેશભાઈ કાનાણી, નીતિન ગોવિંદભાઈ ભીમાણી, સાગર મનસુખભાઈ અકબરી, બેચરભાઈ જીવાભાઈ રાણીપા, હિતેશ વસ્તાભાઈ સાઈજા, નાનજીભાઈ ગાંડુભાઈ કાનાણી, રમેશ ગંગારામભાઈ સંતોકી નામના સાત શખ્સને પોલીસે પકડી પાડી પટમાંથી રૃા.૨૮,૩૦૦ રોકડા, ત્રણ મોબાઈલ મળી કુલ રૃા.૨૯,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image