Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm
જામનગર તા. ૬ઃ અખિલ ભારતીય કોળી સમાજ જામનગર દ્વારા ધો. ૧૦ થી કોલેજ, અનુસ્નાતક ડીગ્રીના વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં પાસ કરેલ પરીક્ષાની માર્કશીટની નકલની પાછળ પૂરૃ નામ, સરનામું, મોબાઈલ, ફોન નંબર લખીને તા. ૧૦-૮-૨૨ સુધીમાં પહોંચતી કરવાની રહેશે.માર્કશીટની નકલ આપવા માટેના ૬ સ્થળોમાં નિધિ મેડિકલ સ્ટોર્સ ગાયત્રી ચોક, નવાગામ, વેલનાથ મંડપ સર્વિસ કોળીનો દંગો, નિલકમલ સોસાયટી, રતન પાઈપ ફિટીંગ-સરદાર પટેલ ભવન, રામેશ્વરનગર , માહિ સોડા શોપ, ગુલાબનગર રવિ પેટ્રોલ પમ્પની બાજુમાં અમિત કેટરર્સ શ્યામનગર-૩ પાછળ, ગોકુલનગર અને જીત એન્ટરપ્રાઈઝ મોબાઈલ શોપ મસ્જીદ રોડ હાપામાં આ નકલ જમા કરાવવાની રહેશે. તેમ જિલ્લા પ્રમુખ રાણાભાઈ સરવૈયા (જિલ્લા પ્રમુખ) અને રાજાભાઈ શિયાળ (જિલ્લા મહામંત્રી)એ જણાવ્યું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag