ખંભાળિયામાં ત્રણ સ્થળે એલસીબીના દરોડામાં મળી શરાબની સાંઈઠ બોટલ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળિયામાં ત્રણ સ્થળે એલસીબીના દરોડામાં મળી શરાબની સાંઈઠ બોટલ

બે આરોપીની અટકાયત, એક ફરારઃખંભાળિયા તા.૫ ઃ ખંભાળિયા શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે દેવભૂમિ દ્વારકા એલસીબીએ દરોડો પાડી કુલ ૬૦ બોટલ શરાબ કબજે કર્યાે છે. બે સ્થળેથી આરોપી ઝડપાયા છે અને એક નાસી ગયો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં મળેલી બાતમીના આધારે ખંભાળિયા શહેરના ગાયત્રીનગરમાં આવેલા હાઉસીંગ બોર્ડ સ્થિત વિરેન્દ્રસિંહ ખુમાનસિંહ સોલંકીના મકાનમાં દરોડો પાડવામાં આવતા ત્યાંથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવી હતી. ત્યારપછી ગાયત્રીનગરમાં ભીખાભાઈ કાનાભાઈ લુણાના મકાનમાં દરોડો પાડવામાં આવતા ત્યાંથી આ શખ્સ ઈંગ્લીશ દારૃની સત્યાવીસ બોટલ અને એક મોબાઈલ સાથે મળી આવ્યો હતો.ત્રીજો દરોડો ખંભાળિયાના ધરારનગરમાં નવલભાઈ ઘેલાભાઈ ગંઢના મકાનમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી અંગ્રેજી શરાબની અઠ્ઠયાવીસ બોટલ મળી આવી હતી અને આરોપી નાસી ગયો હતો. આ કાર્યવાહી ઇન્ચાર્જ પીઆઈ પી.સી. સીંગરખીયાની સુચનાથી પીએસઆઈ બી.એમ. દેવમુરારી, એએસઆઈ સજુભા, ભરતભાઈ, વિપુલ ડાંગર, મશરીભાઈ, સહદેવસિંહ, લાખાભાઈ, ગોવિંદભાઈ કરમુર સાથે રહ્યા હતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image