મજોઠ ગામની પ્રાથમિક શાળાના વિકૃત્ત શિક્ષક સામે ગ્રામજનોની ચોંકાવનારી રજૂઆત

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

મજોઠ ગામની પ્રાથમિક શાળાના વિકૃત્ત શિક્ષક સામે ગ્રામજનોની ચોંકાવનારી રજૂઆત

વિદ્યાર્થિનીઓ સાથે અડપલાં કરતો હોવાની રાવઃજામનગર તા. ૬ ઃ ધ્રોલના મજોઠ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકના વિદ્યાર્થિનીઓ સાથેના વિકૃત્ત વર્તનની ચોંકાવનારી રજૂઆત આજે મજોઠ ગામના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને કરી છે. આ શિક્ષકની શાન ઠેકાણે લાવવા માંગણી કરવામાં આવી છે.ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા ચારેક વર્ષથી મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા મહાવીરસિંહ બાબભા જાડેજા અવારનવાર વિદ્યાર્થિનીઓ સાથે બીભત્સ વર્તન કરતા હોવાની ચોંકાવનારી રજૂઆત મજોઠ ગામના રહેવાસીઓએ જિલ્લા કલેકટરને કરી છે.આજે પાઠવાયેલા આવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ તે શાળામાં ધો.૧થી ૮ના ચાલતા અભ્યાસમાં મદદનીશ શિક્ષક મહાવીરસિંહ જાડેજા પોતાની વિકૃત્તિ જાહેર કરે છે. વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ સાથે અણછાજતા ચેનચાળા કરી આ શિક્ષક સામે એક વાલી થતા તેઓએ ગામ મૂકી દેવું પડ્યું હતું. તેમજ પૈસા તથા લાગવગના જોરે હું પંદર દિવસમાં ગામમાં પાછો આવી જઈશ તેવી શેખી પણ આ શિક્ષક મારતો હોવાની વિગત આપવામાં આવી છે.શાળામાં રિશેષના સમયે વિદ્યાર્થિનીઓ સાથે અડપલા કરતા આ શિક્ષકે વિદ્યાર્થિનીઓને ઘરે વાત પણ ન કરવા ધમકી આપી હોવાનું આવેદનમાં જણાવવામાં આવ્યું છે. ત્યારે આવા શિક્ષકો શાળામાં રહેશે તો વિદ્યાર્થીઓ પર તેની ખરાબ અસર પડશે તેમ જણાવી ગ્રામજનોએ ભીતિ વ્યક્ત કરી છે કે, આ શિક્ષક જ્યાં સુધી મજોઠ ગામની શાળામાં રહેશે ત્યાં સુધી વિદ્યાર્થીઓ શાળાએ જતા ડરશે અને હાલમાં બંધ જેવી હાલતમાં રહેલી મજોઠ શાળાને બંધ કરવી પડશે. આવી પરિસ્થિતિમાં યોગ્ય પગલા ભરવા માંગણી કરવા ઉપરાંત ગ્રામજનોએ આવેદનની નકલ રાજ્યના ગૃહમંત્રી, શિક્ષણમંત્રી વગેરેને પણ પાઠવી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image