કલેક્ટર કચેરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

કલેક્ટર કચેરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખનો આત્મવિલોપનનો પ્રયાસ

મુખ્યમંત્રી તથા કલેક્ટર વચ્ચે ચાલી રહેલી બેઠક દરમિયાન કલેક્ટર કચેરીમાં હોબાળોઃજામનગર તા. ૬ ઃ જામનગરની મુલાકાતે આજે મુખ્યમંત્રી આવ્યા છે. તેઓ લમ્પી વાયરસના સારવાર કેન્દ્રની મુલાકાતે ગયા હતા અને તે પછી તેઓએ કલેક્ટર સાથે બેઠક યોજી હતી. તે વેળાએ જ કલેકટર કચેરીમાં ધસી આવેલા શહેર કોંગ્રેસના પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો છે. પોલીસે શહેર પ્રમુખ તથા મહામંત્રીની અટકાયત કરી લીધી હતી. જામનગરમાં રાજ્યની સાથે સાથે લમ્પી વાયરસે હાહાકાર મચાવ્યો છે. જામનગર શહેરમાં પણ આ વાયરસનો ભોગ બનેલા ગૌવંશના ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરિસ્થિતિના નિરીક્ષણ માટે જામનગર આવ્યા છે.તેઓ ગોલ્ડન સિટી પાછળ આવેલા સોનલનગર સ્થિત લમ્પી વાયરસ સારવાર કેન્દ્રની મુલાકાતે ગયા હતા અને ત્યાં અપાતી સારવાર અને સુવિધાનું નિરીક્ષણ કરી તેઓએ યોગ્ય સૂચના આપી હતી. તે પછી કલેક્ટર કચેરીમાં જિલ્લા કલેકટર સાથે તેઓની બેઠક યોજાઈ હતી.કલેકટર કચેરીના બીજા માળે ચાલી રહેલી બેઠક દરમિયાન જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા કલેકટર કચેરીની બહાર આવી પહોેંચ્યા હતા. તેઓએ પોતાની મોટરમાંથી કેરોસીનનું ડબલુ કાઢી માથા પર રેડી દીધા પછી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા હોબાળો મચી ગયો હતો. ત્યાં ધસી આવેલી પોલીસે દિગુભા તથા સાથે રહેલા શહેર કોંગ્રેસના મહામંત્રીની અટકાયત કરી લીધી હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં, કલેકટર કચેરીમાં શહેર કોંગ્રેસ પ્રમુખે લમ્પી વાયરસમાં સરકારની ઢીલી કામગીરી સામે રોષ વ્યકત કરી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ચકચાર જાગી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image