સચાણામાં કૃષિમંત્રીના હસ્તે અપાયા યોજનાકીય લાભો

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

સચાણામાં કૃષિમંત્રીના હસ્તે અપાયા યોજનાકીય લાભો

બોટ લાયસન્સ, વેસલ રજિસ્ટ્રેશન સર્ટી. સહિતજામનગર તા. ૩ઃ સચાણા ગામે માછીમારોને વિવિધ યોજનાકીય લાભો કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બોટ લાયસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, વેસલ રજિસ્ટ્રેશન સર્ટી, ખેડૂત અકસ્માત વીમા સહિતના લાભ અર્પણ કરાયા હતાં.રાજ્યના કૃષિ, પશુપાલન તથા ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગરના સચાણા ગામે માછીમાર ભાઈઓ-બહેનોને બોટ લાયસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, વેલ રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ, ખેડૂત અકસ્માત વીમા યોજના સહિતના વિવિધ સરકારી યોજનાના લાભો અર્પણ કર્યા હતાં.આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, સમાજના છેવાડાના માણસ સુધી વિકાસના લાભો પહોંચે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર માછીમારોને તમામ પ્રકારની મદદ કરવા તત્પર છે. ખેડૂતોની જેમ જ મત્સ્યઉદ્યોગ માટે પણ સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જોડિયાથી લઈ ઓખા સુધીના તમામ માછીમાર ભાઈઓનો ઉત્કર્ષ થાય તે માટે સરકાર હર હંમેશ મદદરૃપ થવા તૈયાર છે.આ પ્રસંગે માર્કેટીંગ યાર્ડ જામનગરના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, વાઈસ ચેરમેન જમનભાઈ, ડાયરેક્ટર ઘનશ્યામસિંહ તથા ધીરૃભાઈ કારિયા, મુકુંદભાઈ સભાયા, કુમારપાલસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, ગિરીરાજસિંહ જાડેજા, સામાજિક આગેવાન મામદભાઈ તથા ખાનભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image