Abp News | 4 days ago | 05-08-2022 | 11:14 pm
Commonwealth Games 2022: કુશ્તીમાં દેશને બીજો ગોલ્ડ મેડલ મળ્યો છે. સાક્ષી મલિકે દેશનો બીજો ગોલ્ડ અપાવ્યો છે. સાક્ષીએ 62 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. SAKSHI WINS GOLD 🤩🤩Rio Olympics 🥉medalist @SakshiMalik (W-62kg) upgrades her 2018 CWG 🥉 to🥇 at @birminghamcg22 🔥What a Comeback 🤯 VICTORY BY FALL 🔥With this Sakshi wins her 3rd consecutive medal at #CommonwealthGames 🥇🥉🥈Medal in all 3️⃣colors 😇#Cheer4India1/1 pic.twitter.com/vsRqbhh890ભારતના દિગ્ગજ કુશ્તીબાજ બજરંગ પુનિયાએ કોમનવેલ્થ ગેમ્સમાં સતત બીજો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે ફ્રી સ્ટાઇલ 65 કિગ્રા વર્ગમાં કેનેડાના લચલાન મેકનીલને 9-2થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. બર્મિંગહામમાં કુસ્તીમાં ભારતનો આ પહેલો અને એકંદરે છઠ્ઠો ગોલ્ડ મેડલ છે.બજરંગે અગાઉ 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેણે 2014ની કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ વખતે કુશ્તીમાં ભારતનો આ બીજો મેડલ છે. બજરંગ પહેલા અંશુ મલિક સિલ્વર મેડલ જીતવામાં સફળ રહી હતી.અંશુ મલિકે સિલ્વર જીત્યોઆ પહેલા અંશુ મલિકે 57 કિગ્રા વજન વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે, તે ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી. આ ઈવેન્ટમાં નાઈજીરીયાના ઓડુનાયો અદેકુરોયે ગોલ્ડ મેડલ જીત્યો હતો.નાઈજીરીયાના ઓડુનાયો અડેકુરોયે ફાઈનલના પ્રથમ રાઉન્ડમાં ચાર પોઈન્ટ મેળવ્યા હતા. આ પછી અંશુએ બીજા રાઉન્ડમાં જોરદાર વાપસી કરી અને ચાર પોઈન્ટ મેળવ્યા, પરંતુ નાઈજીરીયાના ઓડુનાયો અડેકુરોયે પણ બીજા રાઉન્ડમાં બે પોઈન્ટ મેળવ્યા. આવી સ્થિતિમાં અંશુ ગોલ્ડ મેડલ જીતી શકી ન હતી અને અંશુ મલિકને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.