ગો૫નાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં વસરા પરિવાર દ્વારા રૃદ્રાભિષેક

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

ગો૫નાથ મહાદેવ મંદિરના સાંનિધ્યમાં વસરા પરિવાર દ્વારા રૃદ્રાભિષેક

૧૦૦ રાષ્ટ્ર ધ્વજ સાથે શિભવક્તિ અને રાષ્ટ્રભક્તિના દર્શન ઃગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મંત્રી સુરેશભાઈ ગોવાભાઈ વસરા તથા લાલપુર આહિર સમાજના પ્રમુખ પ્રવિણભાઈ કાનાભાઈ વસરા તેમજ વસરા ૫રિવાર દ્વારા લાલપુર તાલુકામાં મોટી ગોપ ગામે ડુંગર ઉપર બિરાજમાન ગોપનાથ મહાદેવના પાંચ હજાર વર્ષ પૌરાણિક શિવમંદિરમાં રૃદ્રાભિષેકનો ધાર્મિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે અંદાજે હજારો લોકો ઉમટી પડ્યા હતાં. ઢોલ અને શરણાઈ સાથે તમામ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લઘુરૃદ્ર અભિષેક તથા શિવ મહાપૂજાની શાસ્ત્રોક્ત વિધિ પછી બપોરે મહાપ્રસાદ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ યજ્ઞમાં આહૂતિ આપી હતી. આ શવભક્તિના ધાર્મિક પ્રસંગે એકસો તિરંગા ફરકાવી રાષ્ટ્રભક્તિના દર્શન પણ થયા હતાં. જામનગર જિલ્લા તથા ગુજરાતના વિવિધ ક્ષેત્રના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં. લાલપુર આહિર સમાજના હોદ્દેદારો, જ્ઞાતિજનોએ સહકાર આપ્યો હતો.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image