ખંભાળીયા-દ્વારકા રોડ પર નેશનલ હાઈ-વેના કામમાં રસ્તા બંધ કરાતા આંદોલનની ચીમકી

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

ખંભાળીયા-દ્વારકા રોડ પર નેશનલ હાઈ-વેના કામમાં રસ્તા બંધ કરાતા આંદોલનની ચીમકી

સોનારડી ગ્રામ પંચાયત દ્વારા તંત્ર સમક્ષ ઉગ્ર રજુઆતખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયા-દ્વારકા રોડ પર નેશનલ હાઈ-વેના કામમાં રસ્તા બંધ કરાતા ગ્રામ્ય પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. સોનારડી ગ્રામ પંચાયતના સરપંચ અર્જુનસિંહ ભીખુભા જાડેજા સહિતના આગેવાનોએ ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને આંદોલનની ચીમકી આપી છે. આ રજુઆતમાં જણાવેલ છે કે, દેવરિયા કુરંગા નેશનલ હાઈવે પર સોનારડીની ચાર બારા તથા ગોઈંજ વગેરે ગામજનો રસ્તો જે રાજાશાહીના સમયનો રેવન્યુ રેકર્ડમાં છે. તથા નેશનલ હાઈવે ઓથોરીટીને ૨૬-૬-૧૬ના પત્રથી આ રસ્તા ખુલા રાખવા તથા સર્વિસ રોડ બનાવવાની શરતે નેશનલ હાઈવે ઓથોરીટીને મંજુરી અપાઈ હતી. જેના હુકમ પણ થયા હતાં, પણ તાજેતરમાં કોન્ટ્રાકટર દ્વારા આ તમામ રસ્તા બંધ કરી દેવાતા ખેડૂતોએ પોતાના ગાડા બળદ, પશુઓ તથા વાહનો લઈને છ કિલોમીટર દૂર ફરવા જવું પડતું હોય ત્યારે પરેશાની થાય છે. નિયમ મુજબ હુકમ તથા સર્વિસ રોડ બનાવવાના આદેશ છતાં રસ્તો બંધ કરીને સર્વિસ રોડ નહીં બનાવાતા આ બાબતે તાકીદે રસ્તો નહીં ખોલાય તો ગ્રામજનો સામૂહિક આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image