ખંભાળિયાના દેવરિયા થી દ્વારકાના કુરંગા નેશનલ હાઈ-વેને જોડતા ગ્રામ્ય માર્ગો બંધ કરી દેવાતા જનાક્રોશ

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળિયાના દેવરિયા થી દ્વારકાના કુરંગા નેશનલ હાઈ-વેને જોડતા ગ્રામ્ય માર્ગો બંધ કરી દેવાતા જનાક્રોશ

ભાજપના પ્રભારીને રજૂઆત કરવા છતાં કાંઈ ન થયું!ખંભાળિયા તા. પઃ ખંભાળિયાના દેવરિયા થી દ્વારકા કુરંગા નેશનલ હાઈ-વેમાં તમામ સ્થળે ગામડે જતાં રસ્તા હાઈ-વે પર બંધ કરાતા ઉગ્ર જનાક્રોશ ફેલાયો છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયાના દેવરિયાથી દ્વારકાના કુરંગા ૧૧૦૦ કરોડના ખર્ચે નેશનલ હાઈ-વે ટોલ નાકાવાળો બનવાની શરૃઆત થતાં લોકો સારો રસ્તો મળશે તેમાં રાજી હતાં તથા ફોરટ્રેક રોડ બનતો હતો હવે આ રોડ પૂર્ણતા તરફ છે ત્યારે તાજેતરમાં સમગ્ર રોડ પર આવતા તમામ ગામોમાં જવાના રસ્તા બંધ કરી દેતા લોકોને પોતાને ગામ જવા કિલોમીટરો ફરીને જવું પડે તેવી સ્થિતિ થતાં ગ્રામ્ય પંથકમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.ખંભાળિયાના હર્ષદપુર, બારા, ભાતેલ, બેહ, આસોટા, બેરાજા, સોનારડી સહિત અનેક ગામોના લોકોનો રોજીંદા વ્યવસાયનો રસ્તો બંધ કરી દેવાતા જ્યાં આ રસ્તો બદલતો હોય તેવા સ્થળે કિલોમીટરો સુધી જવું પડે પછી તેમના ગામ જવાય તેવી સ્થિતિ થતાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી.તાજેતરમાં ગ્રામ્ય પંથકની મુલકાતે ગયેલા ભાજપના પ્રભારીને પણ આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તથા ગ્રામ્ય પંથકમાં ઉગ્ર રોષનું વાતાવરણ પણ સર્જાયેલું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image