જામનગરમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવઃ તંત્રને હાશકારો

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગરમાં મંકીપોક્સના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવઃ તંત્રને હાશકારો

ગાંધીનગરની લેબમાં રાતોરાત પૃથ્થકરણ કરાયુઃજામનગર તા. ૫ઃ જામનગરમાં ગઈકાલે મંકીપોક્સ જેવા લક્ષણ ધરાવતા એક દર્દી જોવા મળતા તંત્રમાં ચિંતા જાગી હતી. જો કે આજે તેનો રિપોર્ટ નેગેટિવ મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.જામનગરમાં કોરોના વાયરસ હજુ નાબુદ થયો નથી ત્યાં જ ખતરનાક ગણાતા મંકીપોક્સના દર્દી ભારતમાં નોધાતા તંત્રની દોડધામ વધી જવા પામી હતી.દરમ્યાન ગઈકાલે જામનગરના નવાનાગના ગામના એક યુવાનને મંકીપોક્સ જેવા લક્ષણો જોવા મળતા તેને હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરી જરૃરી નમૂનાઓ લઈ પૃથ્થકરણ માટે ગાંધીનગરની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.દરમ્યાન રાતોરાત એ નમુનાની તપાસણી કરવામાં આવી હતી અને આજે સવારે રિપોર્ટ પણ જાહેર થઈ ચૂક્યો છે જે નેગેટિવ મળ્યો છે.આમ એ દર્દીને મંકીપોક્સ નહીં હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આથી સમગ્ર તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image