રિઝર્વ બેંકે રેપોરેટ ૦.પ૦ ટકા વધારતા લોન મોંઘીઃ ઈએમઆઈ વધશે

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

રિઝર્વ બેંકે રેપોરેટ ૦.પ૦ ટકા વધારતા લોન મોંઘીઃ ઈએમઆઈ વધશે

વાહનો, ઘર-મકાનના ભાવો વધશેઃ મોંઘવારીથી ત્રસ્ત પ્રજાને વધુ એક ઝટકોઃમુંબઈ તા. પઃ રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની મિટિંગ પછી ગવર્નર શશિકાંત દાસે રેપોરેટમાં ૦.પ૦ ટકાનો વધારો કરવાની જાહેરાત કરતા લોન મંઘી થશે.રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (આરબીઆઈ એમપીસી મિટિંગ) ની ઓગસ્ટ ર૦રર ની નક્કી બેઠક પૂરી થઈ ગઈ. બુધવારથી ચાલી રહેલી ત્રણ દિવસની બેઠક પછી આજે રિઝર્વ બેંકના ગવર્નર શશિકાંત દાસે લેવાયેલા નિર્ણયોની માહિતી આપી. તેમણે રેપોરેટમાં ૦.પ૦ ટકાનો વધારો કરાયાની જાહેરાત કરી.આમ રેપોરેટ હવે ૪.૯૦ ટકાથી વધીને પ.૪૦ ટકા કરાયો છે. તેની સાથે જ છેલ્લા ચાર મહિનામાં રેપોરેટ ૧,૪૦ ટકા વધી ચૂક્યો છે. તેની સીધી અસર લોકોને હોમ લોનથી લઈ પર્સનલ લોન લેવા પર દેખાશે.સરકાર અને રિઝર્વ બેંકના પ્રયાસો પછી મોંઘવારી ધીમે ધીમે નિયંત્રણમાં આવી રહી હોવાનો દાવો કરાયો છે, જો કે બીજી તરફ યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બેંકો આક્રમક રીતે વ્યાજદરમાં વધારો કરી રહી છે. યુએસમાં ઐતિહાસિક ફૂગાવાના કારણે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં સતત વધારો કરી રહ્યું છે. બેંક ઓફ ઈંગ્લેન્ડે પણ આ અઠવાડિયે રેકોર્ડ ર૭ વર્ષમાં વ્યાજ દરોમાં સૌથી મોટો વધારો જાહેર કર્યો છે.આ કારણે લગભગ તમામ વિશ્લેષકોને વિશ્વાસ હતો કે રેપોરેટરેટ જ વધશે. છેલ્લી વખતની એટલે કે જૂનની મિટિંગની જેમ આ વખતે પણ રેપોરેટ વધશે. સ્થિર રહેશે કે ઘટશે એવો કોઈ પ્રશ્ન નથી. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે રિઝર્વ બેંકે આ વર્ષે મે થી રેપોરેટ વધારવાનું શરૃ કર્યું છે. રિઝર્વ બેંકે મે મહિનામાં મોનેટરી પોલિસી કમિટીની ઈમરજન્સી મિટિંગ બોલાવી હતી. મોંઘવારી વધવાને કારણે રિઝર્વ બેંકે આવું કરવું પડ્યું.મે ર૦રર ની બેઠકમાં રિઝર્વ બેંકે રેપોરેટમાં ૦.૪૦ ટકાનો વધારો કર્યો હતો. તે પછી જૂનમાં મોનેટરી પોલિસી કમિટીની નિયમિત બેઠક યોજાઈ હતી. જેમાં રેપોરેટમાં ૦.પ૦ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.રેપોરેટ એ વ્યાજદર છે જેના પર બેંકો આરબીઆઈ પાસેથી લોન લે છે, જ્યારે રિવર્સ રેપોરેટ તે દરને કહે છેજેના પર બેંકો આરબીઆઈમાં પૈસા જમા કરે છે અને આરબીઆઈ તેમને વ્યાજ આપે છે. અત્યારે રિઝર્વ રેપોરેટ ૩.૩પ ટકા છે, જ્યારે આરબીઆઈ રેપોરેટ ઘટાડે છે ત્યારે બેંકો પણ ગ્રાહકો માટે વ્યાજદરમાં ઘટાડો કરે છે. તેનાથી ઈએમઆઈ પણ ઘટી શકે છે. તે જ રીતે જ્યારે રેપોરેટ વધે છે ત્યારે વ્યાજદરમાં વધારાના કારણે ગ્રાહક માટે ધિરાણ મોંઘુ થાય છે.નિષ્ણાતોનું કહેવું છે કે, આરબીઆઈ ઓગસ્ટની મિટિંગમાં વ્યાજ દર ૦.૩પ ટકાથી વધારીને ૦.પ૦ ટકા કર્યા પછી તે સમાન વલણને અનુસરી શકે છે. જો રેપોરેટ આ રીતે વધતો રહેશે તો બેંકો પણ વ્યાજદરમાં વધારો કરશે. વ્યાજદર વધવાની સીધી અસર એવા લોકો પર પડશે જેઓ હોમ લોન અથવા પર્સનલ લોનની ઈએમઆઈ ચૂકવી રહ્યા છે. આ ઉપરાંત જેઓ આવનારા સમયમાં ઘર અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના પર વધેલી ઈએમઆઈનો બોજ નક્કી છે.શશિકાંત દાસ ઉવાચ...રેપોરેટમાં ૦.પ૦ ટકા વધારવાનો નિર્ણયએફવાયર૩ રિયલ જીડીપી ગ્રોથ અંદાજ ૭.ર% પર યથાવત્સપ્લાય વધવાના કારણે તેલની કિંમતોમાં ઘટાડોએફવાયર૩ માં મોંઘવારી દર ૬.૭ ટકા શક્યકરન્ટ એકાઉન્ટ ડેફિસિટ ચિંતાનો વિષય નથીભારતીય અર્થવ્યવસ્થા પર મોંઘવારીની અસરગ્લોબલ સ્તર પર મોંઘવારી ચિંતાનો વિષય નથીએમએસએફ પ.૧પ ટકાથી વધીને પ.૬૪ ટકાએમપીસી બેઠકમાં અકોમોડેટિવ પરત લેવા પર ફોકસએપ્રિલની સરખામણીએ મોંઘવારીમાં ઘટાડો થયો છેશહેરી માંગમાં સુધારો જોવા મળ્યો છેબેંકોમાં ક્રેડિટ ગ્રોથમાં વાર્ષિક ૧૪ ટકાનો વધારોસારા ચોમાસાથી ગ્રામીણ માંગ પણ વધવાની શક્યતા.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image