Ravi Dahiya Wins Gold: રવિ દહિયાએ જીત્યો ગોલ્ડ, કુશ્તીમાં ભારતને મળ્યો ચોથો ગોલ્ડ

Abp News | 5 days ago | 06-08-2022 | 10:42 pm

Ravi Dahiya Wins Gold: રવિ દહિયાએ જીત્યો ગોલ્ડ, કુશ્તીમાં ભારતને મળ્યો ચોથો ગોલ્ડ

Ravi Dahiya Wins Gold in CWG 2022: ભારતીય કુશ્તીબાજ રવિ દહિયાએ બર્મિંગહામમાં ચાલી રહેલી 2022 કોમનવેલ્થ ગેમ્સમાં કમાલ કરી હતી. તેણે કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે રવિ દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે. RAVI WINS G🔥LD 😍3 time Asian Champion & #Tokyo2020 Olympics 🥈 medalist 🤼‍♂️ @ravidahiya60 (M-57kg) has now conquered the #CommonwealthGames, winning GOLD 🥇on his debut 🤩Brilliant Gutwrench & winning by technical superiority, that's stoic & determined RAVI for you 😇 1/1 pic.twitter.com/UhLFq7c8odભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે. આ તેનો પહેલો મેડલ ગોલ્ડ છે. રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો. કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતોભારતીય કુસ્તીબાજ પૂજા ગેહલોતે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે ફ્રી સ્ટાઇલ 50 કિગ્રા વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાએ સ્કોટલેન્ડની ક્રિસ્ટેલ લેમોફેકને 12-2થી હરાવી.  કુસ્તીમાં ભારતનો આ સાતમો મેડલ છે.તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે 2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ 31મો મેડલ છે. આ સાથે જ કુસ્તીમાં ભારતનો આ સાતમો અને ત્રીજો બ્રોન્ઝ છે. આ પહેલા ગઈકાલે દિવ્યા કાકરાન અને મોહિત ગ્રેવાલે પણ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.જાસ્મીને બ્રોન્ઝ જીત્યોભારતની જાસ્મીન મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ જીતવાની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. મહિલાઓની 57-60 કિગ્રા વજન વર્ગમાં જાસ્મિનને ઈંગ્લેન્ડની જેમ્મા પેજ રિચર્ડસન સામે હારનો સામનો કરવો પડ્યો છે. જોકે આ હાર છતાં તેણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Google Follow Image