ગાંધીનગર વિસ્તારમાં મૃત ૫શુઓનું ડમ્પીંગ પોઈન્ટ બનાવવા સામે વિરોધ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ગાંધીનગર વિસ્તારમાં મૃત ૫શુઓનું ડમ્પીંગ પોઈન્ટ બનાવવા સામે વિરોધ

જામનગર તા. ૫ઃ જામનગરમાં મૃત ઢોરની દફનવિધિ કામગીરી ગાંધીનગર વિસ્તારમાં નહીં કરવાની માંગણી સાથે સ્થાનિક રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.નવાગામ-ઘેડના તમામ ખેડૂતો તથા મોમાઈનગર, મચ્છરનગર, ગાંધીનગર, પુનિતનગર, માજોઠીનગરના રહેવાસીઓએ કલેક્ટર, મ્યુનિ. કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ગાંધીનગરના નવા સ્મશાન પાછળના ભાગની સરકારી જગ્યામાં મૃત ઢોરની દફનવિધિ માટે તંત્રએ તૈયારી કરી છે. જેની સામે અમારા તમામ લત્તાવાસીઓ વિરોધ કરે છે. આ કામગીરીથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. લોકો અહીં કેવી રીતે રહી શકશે? એટલી હદે દૂર્ગંધ ફેલાશે કે લોકોનું આરોગ્ય જોખમાશે. આથી મૃત ઢોર માટેનું ડમ્પીંગ પોઈન્ટ અહિં બનાવવું જોઈએ નહીં. આ માટે ફેરવિચારણ કરવી જોઈએ.શ્રી મમઈદેવનગર, મહેશ્વરી મેઘવાર પંચના પ્રમુખ ધનજીભાઈ પારિયા અને શ્રી મમઈદેવ મહેશ્વરી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ માલસીભાઈ ડી. ધુલિયાની આગેવાનીમાં આ આવેદનપત્ર પાઠવ્યું હતું.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image