પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ: ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના 99 અધિકારીઓને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડલ એનાયત,જુઓ VIDEO

Tv9 | 22 hours ago | 24-09-2022 | 07:55 am

પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ: ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્યના 99 અધિકારીઓને CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેડલ એનાયત,જુઓ VIDEO

TV9 GUJARATI | Edited By: Mamta Gadhvi Sep 24, 2022 | 7:13 AM અમદાવાદમાં (AHmedabad) પોલીસ ચંદ્રક અલંકરણ સમારોહ 2022નું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ 99 પોલીસ અધિકારીઓને (Police Officers) સન્માનિત કરાયા. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) હસ્તે 99 પોલીસ અધિકારીઓને મેડલ આપી સન્માનિત કરાયા, જેમાં 10 અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયા, જ્યારે 89 અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ એનાયત કરાયા. મહત્વનું છે કે અમદાવાદના GMDC કન્વેન્શન હોલ ખાતે આ સન્માન કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra patel) સાથે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghavi) પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમણે કહ્યું કે જાબાંઝ પોલીસ જવાનોને કારણે જ ગુજરાતમાં દીકરીઓ સલામત છે. ડ્રગ્સ પકડવાની કામગીરીમાં પણ ગુજરાતે અદભૂત કામગીરી કરી છે, તો પોતાના સંબોધનમાં CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગુજરાતને સલામતીની દ્રષ્ટ્રીએ નંબર વન રાજ્ય બનાવવા પાછળ પોલીસનો સિંહફાળો છે.આ સાથે મુખ્યપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પોલીસ અધિકારીઓની પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં પ્રસંશનીય સેવા, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત થયેલા ગુજરાત પોલીસ દળના અધિકારીઓ-કર્મીઓને (Gujarat Police) મેડલ્સ અર્પણ કર્યા. ગુજરાતની ગણના એક શાંત અને સુરક્ષિત રાજ્ય (GUjarat) તરીકે થાય છે તેના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા રહેલી છે.પ્રસંશનીય સેવા, વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત થયેલા ગુજરાત પોલીસ દળના અધિકારીઓ-કર્મીઓને અમદાવાદ ખાતે આયોજિત કાર્યક્રમમાં મેડલ્સ અર્પણ કર્યા. ગુજરાતની ગણના એક શાંત અને સુરક્ષિત રાજ્ય તરીકે થાય છે તેના પાયામાં પોલીસ દળની કર્તવ્યનિષ્ઠા રહેલી છે. pic.twitter.com/aCeBBQVxg7— Bhupendra Patel (@Bhupendrapbjp) September 23, 2022

Google Follow Image