પીજીવીસીએલ દ્વારા સૌર ઉર્જા સંચાલિત સિંચાઈ પમ્પ સેટ અને ગ્રીડ સાથે જોડવાની યોજનાની જાહેરાત

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

પીજીવીસીએલ દ્વારા સૌર ઉર્જા સંચાલિત સિંચાઈ પમ્પ સેટ અને ગ્રીડ સાથે જોડવાની યોજનાની જાહેરાત

જામનગર તા. ૫ઃ રાજ્યમાં સૌર ઉર્જા સંચાલિત સિંચાઈ પમ્પ સેટસ લગાવ્યાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા પંપ સેટસને વીજ લાઈન, ટ્રાન્સફોર્મર અને રીમોટ મોનીટરીંગ સીસ્ટમ સાથે નેટવર્ક ઉભું કરી ગ્રીડ સાથે જોડવા અંગેની યોજના બહાર જાહેર કરવામાં આવી છે. જેમાં જે ખેડૂતો હૈયાત ઓફ-ગ્રીડ સાથે જોડાણ કરવા માંગતા હોય તેને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.ઓફ-ગ્રીડ સોલારપંપ હૈયાત નજીકની ૧૧ કેવી-એલટી વીજ લાઈનથી એક કિલોમીટર અંતરે કે તેનાથી ઓછા અંતરે આવેલો હોવો જોઈએ. આ યોજનાનો લાભ લેા માંગતા અરજદારોએ ગ્રીડ- ટાઈ ઈન્વર્ટર અને સંલગ્ન એસીડીબી જરૃરી સુરક્ષા ઉપકરણો (પ્રોજેકશન ડિવાઈસ) અને વસ્તુઓ આઈ.એસ. સ્ટાન્ડર્ડ મુજબ તથા જો હયાત ઓફ-ગ્રીડ સોલારપંપ ડી.સી. હોઈ તો તેને એ.સી. પમ્પમાં બદલવાનો ખર્ચ ખેડૂતે પોતે ભોગવવાનો રહેશે. તથા પરંપરાગત ખેતીવાડી વીજ જોડાણ મેળવવા માટે નિયમોનુસાર જે તે કેટેગરીના અરજદારને ભરવાપાત્ર અરજપત્રની નકલ તથા ગ્રીડ કનેકટીવિટી ચાર્જ ખેડૂતે જે તે વીજ વિતરણ કંપનીમાં ભરવાનો રહેશે.ટ્રાન્સફોર્મર સહિતનું વીજવિતરણ માળખું ૧ કિમી સુધીની વીજલાઈન મીટરીંગ સિસ્ટમ (નેટ મીટર સોલાર મીટર ૫૫ મીટર અને ખારએમએસ સહિત) સ્થાપિત કરવાનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવશે. આ ખર્ચ અરજદારે ભોગવવાનો રહેશે નહીં. આ યોજનાનો લાભ લીધેલ અરજદારોની આવકમાં વધારો કરવા માટે ગ્રીડ કનેકટેડ સોલાર પંપ દ્વારા ગ્રીડમાં નેટ ઈન્જેકટેડ સરપ્લસ પાવર રૃા. ૧.૭૫ પ્રતિ યુનિટના દરે વીજ વિતરણ કંપની દ્વારા મુળ ઓફ-ગ્રીડ સોલાર સિસ્ટમ સ્થાપિત થયાની તારીખથી કુલ ૨૫ વર્ષ સુધીના સમય સુધી ખરીદવામાં આવશે (એટલે કે પાંચ વર્ષ પછીના વીસ વર્ષ ગણાશે). આમ આ યોજના ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેથી ખેડૂતો દ્વારા આ યોજનાનો મહત્તમ લાભ મેળવી શકે તે ઈચ્છનીય છે. આ યોજનાની વિગતવાર માહિતી માટે નજીકની પીજીવીસીએલની પેટા-વિભાગીય કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image