પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજકુમારજી મહોદયશ્રીના સંમેલન

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

પૂ.પા.ગો. ૧૦૮ શ્રી વ્રજકુમારજી મહોદયશ્રીના સંમેલન

વૈષ્ણવ સૃષ્ટિ તથા કૃષ્ણ ભકતોને ઉપસ્થિત થવા જાહેર આમંત્રણજામનગર તા. ૫ ઃ સમગ્ર પુષ્ટિ સંપ્રદાયમાં આંતરરાષ્ટ્રીય નેટવર્ક દ્વારા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અને વિચારોને ઘર ઘર સુધી પહોંચાડવા માટે તેમજ વિશ્વના પાંચ કરોડ વૈષ્ણવ પરીવારોને સંગઠીત કરવા માટે અથાગ પરિશ્રમ કરી રહેલા પૂ.પા. ગો.શ્રી વ્રજકુમારજી મહોદયશ્રી દ્વારા રાજકોટ પાસે ગોંડલ તાલુકાના ચોરડી મુકામે શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના નામથી એક ઐતિહાસિક સંકુલના સર્જન કરવાનો સંકલ્પ કરવામાં આવેલ છે. જેમાં ગુરુકુળ, સ્કૂલ, કોલેજ, અતિથિભવન, ચોર્યાશીકોશ વ્રજ દર્શન, મહાપ્રભુજીના ૮૪ બેઠકજી, વૈષ્ણવ સાધક આશ્રમ, બાળકો માટે રમત ગમતની વાટીકા સહિતનું નિર્માણ ત્રણ ફેઝમાં સાકાર થશે.આ પ્રોજેકટની વિસ્તૃત માહિતી આપવા પૂ.પા. ગો. શ્રી વ્રજરાજકુમાર મહોદયશ્રી આજે તા. ૫-૮-૨૨ ને શુક્રવારના રોજ જામનગર મુકામે ટાઉનહોલ ખાતે સાંજે ૫ થી ૮ કલાકે પધારશે જેમાં વૈષ્ણવ સમાજ તથા સર્વે કૃષ્ણ ભકતોને તેમજ ધર્મપ્રેમી જનતાને કૃષ્ણ સંસ્કાર વર્લ્ડના પ્રોજેકટથી માહિતગાર કરશે તેમજ વચનામૃતથી લાભાન્વીત કરાશે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image