જામનગાર જિલ્લામાં નોંધાયેલા ૧,૩૮,૧૭૬ ગૌવંશ પૈકી ૭પ ટકા પશુઓનું રસિકરણ સંપન્ન

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગાર જિલ્લામાં નોંધાયેલા ૧,૩૮,૧૭૬ ગૌવંશ પૈકી ૭પ ટકા પશુઓનું રસિકરણ સંપન્ન

લમ્પી રોગના રસિકરણ કામગીરી અંગે લાભાર્થીઓના પ્રતિભાવોઃજામનગર તા. પઃ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા સરકાર દ્વારા થઈ રહેલ કામગીરી હેઠળ જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૩૮,૧૭૬ ગાય વર્ગના પશુઓ પૈકી ૭પ ટકા પશુઓનું રસિકરણ કરવામાં આવ્યું છે.જામનગર જિલ્લાના ૪૧૭ ગામડામાં ગાય વર્ગના પશુધન એટલે કે ગૌવંશની અંદાજીત સંખ્યા ૧,૩૮,૧૭૬ છે તે પૈકી હાલની સ્થિતિએ આ રોગથી અસરગ્રસ્ત પશુઓની સંખ્યા પ૦૪પ છે. જે તમામ પશુઓને પશુપાલન વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી છે. જામનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૩૮,૧૭૬ ગાય વર્ગના પશુઓ પૈકી ૧,૦૩,૬૧૦ પશુઓનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આમ જામનગર જિલ્લામાં ૭પ ટકા પશુઓને લમ્પી રોગ વિરોધી રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા છે.જામનગર તાલુકાના આલિયા ગામે રહેતા ઉપસરપંચ મહેશભાઈ મકવાણા જણાવે છે કે, અમારા ગામમાં કૃષિમંત્રી રાઘવજીભાઈના પ્રયાસોથી બે વખત વેક્સિનેશન કેમ્પ થયેલ છે તેમજ લમ્પી વાયરસને લઈને કેન્દ્રમાંથી પણ ટીમ આવી હતી અને પશુપાલકોએ લમ્પી રોગથી બચાવવા પશુઓની સારવાર કઈ રીતે કરવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને પશુઓની એમ્બ્યુલન્સ મારફતે સારવાર પણ કરવામાં આવી રહી છે. તે બદલ હું રાજ્ય અને કેન્દ્ર સરકારને બિરદાવું છે.જામનગર તાલુકાના આલિયાના પશુપાલક મનોજભાઈ ચાવડિયા જણાવે છે કે, સરકાર દ્વારા લમ્પી રોગચાળાને કાબૂમાં લેવા માટે વેક્સિનેશનની કામગીરી થઈ રહી છે તેના પરિણામે રોગચાળો કાબૂમાં આવી રહ્યો છે અને હવે નહિવત્ કેસ આવી રહ્યા છે તેમજ મોટાભાગના પશુઓનું રસિકરણ થઈ ગયું છે. કૃષિ મંત્રી પણ લમ્પી વાયરસ સંક્રમિત ગૌધનની યોગ્ય સારવાર થાય તે માટે ગામડાઓની મુલાકાત લે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image