ખંભાળિયામાં આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળિયામાં આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

સીન વીખી નાખવા એસપીની સૂચનાઃખંભાળિયા તા.૫ ઃ ખંભાળિયામાં અવારનવાર નશાની હાલતમાં દંગલ મચાવતા તત્વોએ શાંતિપ્રિય નાગરિકોને હેરાન કરી નાખ્યા છે ત્યારે જિલ્લા પોલીસવડાએ આવા શખ્સોના સીન વીખી નાખવા હુકમ કર્યાે છે.ખંભાળિયા શહેરના વિજય સિનેમા પાસે મંગળવારે રાત્રે બે શખ્સે છરી હાથમાં રાખી મચાવેલી ધમાલના કારણે ભયનું વાતાવરણ પ્રસર્યું હતું તેનો વીડિયો પણ વાયરલ થયો હતો. દોડી આવેલી પોલીસે કૈલાશ બાવાજી તથા તેના સાગરિત સાજીદ સમાની ધરપકડ કરી હતી. તે પછી દ્વારકા જિલ્લાના એસપી નિતેશ પાંડેયએ પોલીસને કડક કામગીરી કરવા હુકમ કર્યાે છે.ખંભાળિયાના નગરનાકા, વિજય સિનેમા, સ્ટેશન રોડ, તૈલી નદી વિસ્તારમાં કેટલાક લુખ્ખા તત્વો આવી રીતે નશાની હાલતમાં દંગલ સર્જના હોય તેવા શખ્સોના સીન વીખી નાખવા પોલીસ સજ્જ બની છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image