દરેડ પાસેથી ચોરાઉ ગણાતા પિત્તળનાભંગાર સાથે એકની કરાઈ અટકાયત

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

દરેડ પાસેથી ચોરાઉ ગણાતા પિત્તળનાભંગાર સાથે એકની કરાઈ અટકાયત

૧૨૦ કિલો ભંગાર કબજે લેતી એલસીબીઃજામનગર તા.૫ ઃ જામનગરના દરેડ ગામ પાસેથી ગઈકાલે પસાર થતા એક શખ્સને એલસીબીએ પકડી લઈ તેના કબજામાંથી શક પડતો પિત્તળના ભંગારનો ૧૨૦ કિલો જથ્થો કબજે લીધો છે.જામનગરના એલસીબી સ્ટાફ દ્વારા ગઈકાલે કરાઈ રહેલા પેટ્રોલિંગમાં સ્ટાફના અશોકભાઈ સોલંકી, વનરાજ મકવાણા, રાકેશ ચૌહાણને બાતમી મળી હતી કે, દરેડ પાસેથી પસાર થતા એક શખસ પાસે પિત્તળના સળિયાનો શક પડતો મુદ્દામાલ છે.તે બાતમીથી પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.બી. ગોજીયાના વડપણ હેઠળ સ્ટાફે વોચ ગોઠવી લાલપુર તાલુકાના નવી પીપર ગામના વતની અને હાલમાં દરેડમાં પ્રણામી પાર્કમાં રહેતા અજય હસમુખગીરી ગોસ્વામી નામના શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સના કબજામાંથી ત્રણ બાચકા મળી આવ્યા હતા.તે બાચકામાંથી પિત્તળના સળિયા તથા ભંગાર સાંપડતા એલસીબીએ તેની પૂછપરછ કરી હતી જેમાં આ શખ્સ થોથવાતા રૃા.૪૮ હજારનો પિત્તળનો ભંગાર કબજે કરી એલસીબીએ આ શખ્સની અટકાયત કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image