ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાન માટે સાંસદોની કતારોઃ સાંજે પરિણામ

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મતદાન માટે સાંસદોની કતારોઃ સાંજે પરિણામ

ઈલેક્ટોરલ કોલેજ ૭૮૦ ની છેઃ તૃણમુલે મતદાનથી દૂર રહેવાની કરી છે જાહેરાતઃનવી દિલ્હી તા. ૬ઃ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કાર્યકાળ ૧૦ ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે. વેંકૈયા નાયડુ પછી દેશના આગામી ઉપરાષ્ટ્રપતિ કોણ હશે. ઉપપ્રમુખ પદ માટે આજે મતદાન થઈ રહ્યું છે. સવારે ૧૦ વાગ્યાથી મતદાન શરૃ થઈ ગયું છે. સાંજના પાંચ વાગ્યા સુધી ચાલશે. આ પછી આજે ચૂંટણી પરિણામ પણ આવશે. એનડીએએ ઉપરાષ્ટ્રપતિ પદ માટે જગદીપ ધનખડ અને વિપક્ષીઓએ માર્ગારેટ આલ્વાને નોમિનેટ કર્યા છે.ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે વોટીંગ શરૃ થયું છે. પીએમ મોદીએ મતદાન કર્યું છે. એનડીએ તરફથી જગદીપ ધનખડ અને વિપક્ષ તરફથી માર્ગરેટ અલ્વા ઉમેદવાર છે. આ ચૂંટણીમાં સંસદના બન્ને ગૃહોમાં સભ્યો મતદાન કરી રહ્યા છે. એ પછી કાઉન્ટીંગ થશે. મોડી સાંજે રિઝલ્ટ આવશે.બન્ને ગૃહમાં કુલ ૭૮૮ સભ્ય છે. આંકડાના હિસાબથી એનડીએના ઉમેદવાર અને પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ જગદીપ ધનખડની સ્થિતિ મજબૂત દેખાઈ રહી છે. માર્ગરેટ અલ્વા તેમને ટક્કર આપી રહ્યા છે. હાલ લોકસભામાં પ૪૩ સાંસદ છે, જ્યારે રાજ્યસભામાં ર૪પ માંથી ૮ સીટ ખાલી છે, એટલે કે ઈલેક્ટોરલ કોલેજ ૭૮૦ સાંસદની છે. મમતાની પાર્ટી તુણમુલ કોંગ્રેસે ચૂંટણીમાંથી દૂર રહેવાની વાત કહી છે. ટીએમસીના ૩૬ સાંસદ છે. આ રીતે ૭૪૪ સાંસદ વોટીંગમાં ભાગ લેશે. જો આ બધા સાંસદ વોટીંગમાં ભાગ લે તો બહુમતીનો આંકડો ૩૭ર રહેશે.બીજેપીના પોતાના ૩૯૪ સાંસદ છે. આ સંખ્યા બહુમતીના આંકડા કરતા વધુ છે. આ રીતે જોવામાં આવે તો બીજેપી એકલી જ જગદીપ ધનખડને જિતાડી શકે છે. એનડીએની વાત કરીએ તો ૪૪૧ સાંસદ છે, પાંચ નોમિનેટેડનો પણ સાથ છે. આ રીતે ધનખડના પક્ષમાં ૪૪૬વોટ થઈ જાય છે. આ બધા વોટથી એનડીએ જીતનું અંતર વધારવા માગે છે.એનડીએના ઉમેદવાર માર્ગરેટ અલ્વાની પાસે કોંગ્રેસ, ડીએમકે, આરજેડી, એનસીપી અને સમાજવાદી પાર્ટીના વોટ છે. આ પાર્ટીઓના વોટની સંખ્યા ૧૩૯ છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોરચો, ટીઆરએસ અને આમ આદમી પાર્ટીએ પણ આલ્વાને વોટ આપવાનો નિર્ણય કર્યો છે. આ ત્રણેયના ર૯ સાંસદ છે. શિવ સેનાના ઉદ્ધવ ગ્રુપના ૯ સાંસદ અલ્વાની સાથે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image