Monsoon 2002: જતા જતા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભીંજવશે ચોમાસુ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

Tv9 | 1 day ago | 23-09-2022 | 09:55 pm

Monsoon 2002: જતા જતા પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ભીંજવશે ચોમાસુ, અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

TV9 GUJARATI | Edited By: Tanvi Soni Sep 23, 2022 | 5:04 PM ગુજરાતમાં  ચોમાસાએ (Monsoon 2022) વિધિવત રીતે વિદાય લેવાની શરુઆત કરી દીધી છે. ક્રમશ: તે ગુજરાતના (Gujarat) વિવિધ વિસ્તારમાંથી વિદાય લઇ રહ્યુ છે. રાજ્યમાં હાલ ભારે વરસાદની (Rain) શક્યતા નહિવત છે. જો કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન વરસાદ નહીં પડે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે.મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અહી હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગમાં પણ વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 92 ટકા જેટલું રહેશે. નર્મદા જિલ્લામાં છૂટાછવાયા અને ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.દેવભૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. દરિયાકાંઠો નજીક હોવાથી અહી બફારાનું પ્રમાણ વધારે રહેશે તો ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે અહીં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. ખેડામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વાતાવરણ વાદળછાયું રહેશે. જ્યારે મહિસાગરવાસીઓ વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટાનો અનુભવ કરી શકે છે.

Google Follow Image