દ્વારકાના હેલિપેડ પર મંત્રી-અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

દ્વારકાના હેલિપેડ પર મંત્રી-અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું કર્યું ઉષ્માભર્યું સ્વાગત

ચૂસ્ત બંદોબસ્તઃ દ્વારકા દર્શન પછી પોરબંદર-સોમનાથનો કાર્યક્રમદેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુનું આજે સવારે ૯-૪૫ કલાકે દ્વારકામાં આગમન થયું છે. દ્વારકા હેલિપેડ પર તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યા તથા એસ.પી. નિતેશ પાંડેએ ગરિમા સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું. બાદમાં તેઓએ પરિવારજનો સાથે નાગેશ્વર જયોતિર્લિંગ તેમજ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે પ્રસ્થાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિશ્રીના આગમનને પગલે દ્વારકા હેલિપેડ પર ચુસ્ત પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી હતી, તેમજ એમ્બ્યુલન્સ, આઈ.સી.યુ. ઓન વ્હીલ્સ, તેમજ ફાયર ફાઈટર્સ વેહિકલ્સ સાથે ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ જામનગર એરફોર્સના અધિકારીઓ તૈનાત રહ્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરૃં મહત્ત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લેશે અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાસુમન અર્પણ કરશે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image