કાલાવડ તાલુકાના વિવિધ ગામોમાં ગૌશાળાઓની મુલાકાત લઈ લમ્પીની કામગીરી નિહાળતા કૃષિમંત્રી

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

કાલાવડ તાલુકાના વિવિધ ગામોમાં ગૌશાળાઓની મુલાકાત લઈ લમ્પીની કામગીરી નિહાળતા કૃષિમંત્રી

ગૌધનની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધઃ રસીકરણ અભિયાન સહિત કદમ ઉઠાવાયાઃ રાઘવજી પટેલજામનગર તા. ૫ઃ કાલાવડ તાલુકાના વિવિધ ગામોમાં લમ્પી રોગ અસરગ્રસ્ત ગૌધનની સારવાર અને માહિતી મેળવવાર્થે ગૌશાળાઓની મુલાકાત દરમિયાન કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે ગ્રામજનોને ગૌધનની કાળજી લેવા તેમજ વેટરનરી ડોકટર્સ ટીમના સૂચનોને અનુસરવા માટે તાકીદ કરી હતી અને કહ્યું હતું કે, આપણા મહાન પૂર્વજોએ ગૌધન માટે આપેલું બલિદાન મિસાલ સમાન છે.રાજ્યના કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલે લમ્પી વાયરસ અસરગ્રસ્ત પશુઓની સારવાર અંગે માહિતી મેળવવા માટે કેટલાક તાલુકાના વિવિધ ગામડાઓની ગૌશાળાઓની મુલાકાત લીધી હતી. જે અંતર્ગત મોટી માટલી ગૌશાળા, કાલાવડમાં સીતારામ બાપુની ગૌશાળા, વૃંદાવન ગૌશાળા, જસાપર અને મોટા વડાળા ગામોની ગૌશાળાઓની મુલાકાત લીધી હતી.તેમણે ગૌશાળાના માલિકો, સેવાભાવી લોકો, પશુપાલકોને ચેપગ્રસ્ત ગૌવંશની અલગ સારવાર કરવામાં આવે, તમામ ગૌધનનું તાકીદે વેક્સિનેશન કરાવવા, ગૌશાળાઓમાં સ્વચ્છતા જાળવવી, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો તેમજ બીમાર પશુઓ અને સ્વસ્થ પશુઓને અલગ અલગ જગ્યાઓ પર રાખવા માટે સૂચનો કર્યા હતાં.વિવિધ ગૌશાળાઓની મુલાકાત દરમિયાન તેમણે ગ્રામજનોને જણાવ્યું હતું કે સરકાર દ્વારા લમ્પી વાયરસના નિયંત્રણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પશુપાલન વિભાગ દ્વારા જામનગર જિલ્લાના તમામ ગામડાઓમાં ગૌવંશનું રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેથી આપણા કિંમતી ગૌધન પર તોળાઈ રહેલો ખતરો દૂર થાય.મુલાકાત દરમિયાન કાલાવડ નગરપાલિકા પ્રમુખ અજમલભાઈ ગઢવી, મોટી માટલી ગામના સરપંચ રામજીભાઈ મકવાણા, મોટા વડાણા ગામના સરપંચ જેન્તીભાઈ કોટડીયા, જસાપર ગામના સરપંચ વિનોદભાઈ, કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, યુવા મોરચા પ્રમુખ ભૂમિતભાઈ ડોબરીયા, ડો. સંદીપભાઈ સાંગાણી, કાનજીભાઈ, ડો. અશ્વિનભાઈ રાવલ, જુનાગઢ વેટરનરી કોલેજ ડોકટર્સ ટીમ, આજુબાજુના ગામોમાંથી પધારેલા આગેવાનો, પશુપાલકો, ખેડૂતો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image