Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm
વરસાદની આગાહી વચ્ચે વચ્ચે છાંટાજામનગર તા. ૬ઃ જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહેતા જનતાએ અસહ્ય બફારાનો અનુભવ કર્યો હતો. ૩.૮ ડીગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન ૩૧ ડીગ્રી નોંધાયું હતું.જામનગરમાં વરસાદી માહોલ વચ્ચે આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૮ ટકા રહ્યું હતું. ભેજના આટલા વધુ પ્રમાણના પગલે લોકો અસહ્ય બફારાથી અકળાઈ ઊઠ્યા હતાં.નગરમાં વરસાદના પગલે એક જ દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૩.૮ ડીગ્રી ગગડીને ૩૧ ડીગ્રીએ પહોંચી ગયો હતો, અને ૧.પ ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન રપ ડીગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧૦ થી ૧પ કિ.મી.ની રહેવા પામી હતી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag