વિદેશ જવાની ઘેલછા ! અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા ગુજરાતી પરિવારનો વીડિયો થયો VIRAL

Tv9 | 2 days ago | 22-09-2022 | 04:55 pm

વિદેશ જવાની ઘેલછા ! અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘૂસતા ગુજરાતી પરિવારનો વીડિયો થયો VIRAL

વિદેશ મોહમાં અનેક લોકો વારંવાર ગેરરિતી આચરતા હોવાનું સામે આવે છે. અગાઉ અમેરિકામાં (America) જવાની લાલચમાં અમેરિકા અને કેનેડા બોર્ડર (America-Canada border) પર અનેક ગુજરાતીઓના મોત થયા હોવાના સમાચાર સામે આવેલા છે. આમ છતા લોકોની વિદેશ જવાની ઘેલછા ઓછી થતી નથી. મેક્સિકોની (Maxico) સરહદથી ઘૂસણખોરી કરતા ગુજરાતી પરિવાર CCTV માં ઝડપાયો છે. આ પરિવાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવાની ફિરાકમાં હતો.બે બાળકો સહિત મેક્સિકોમાં ઘૂસણખોરી કરી આ ગુજરાતી પરિવાર અમેરિકા જઈ રહ્યો હતો. જો કે સમગ્ર ઘટનાના આ દ્રશ્યો CCTV માં કેદ થયા હતા. મીડિયા અહેવાલોનુ માનીએ તો હાલ આ વીડિયો અંગે ગુજરાત પોલીસને (Gujarat police) પણ તપાસ કરવા જણાવવામાં આવ્યુ છે.A post shared by TV9 Gujarati (@tv9gujarati)વીડિયોમાં જોઈ શકાય છે કે, બે બાળકો સાથે આ પરિવાર ગેરકાયદેસર રીતે મેક્સિકોની સરહદ પાર કરી રહ્યો છે.આ દરમિયાન તેઓ ગુજરાતીમાં વાત કરતા પણ જોવા મળી રહ્યા છે.હાલ આ વીડિયોને પગલે પરિવાર ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી સાથે બીજો કોઈ ઈરાદો હતો કે કેમ..? તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.આ પહેલા પણ અમેરિકામાં ગેરકાયદેસર (illegal immigrants) પ્રવેશ કરતા છ ગુજરાતી યુવકો પકડાયા હતા. કેનેડા બોર્ડરથી આ યુવકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. પકડાયેલા છ યુવકો મહેસાણા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યુ હતુ. અમેરિકન એમ્બેસીએ (Americam Assembsy) ગુજરાત પોલીસને (Gujarat Police) રિપોર્ટ કર્યો હતો. રિપોર્ટના આધારે મહેસાણા પોલીસે હાલ તપાસ હાથ ધરી હતી.(નોંધ -Tv 9 આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી) 

Google Follow Image