ખંભાળીયામાં ચિંતાજનક રીતે વધુને વધુ વ્યાપક બની રહ્યો છે લમ્પી રોગચાળો

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળીયામાં ચિંતાજનક રીતે વધુને વધુ વ્યાપક બની રહ્યો છે લમ્પી રોગચાળો

એક જ દિવસમાં પાંચ ગૌવંશના મરણઃ બાવીસ ગાય માતા લમ્પીગ્રસ્ત થઈખંભાળીયા તા. ૫ ઃ ખંભાળીયા પંથકમાં લમ્પી રોગચાળો વ્યાપક થતાં તથા રસ્તે રખડતા બીન માલિક પશુઓ જેઓ રસ્તા પર એઠવાડથી પેટ ભરતા હોય તથા રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેમાં આ રોગ વધુ ફેલાયો છે.તાલુકાના હરિપર ગામે એક સાથે ૨૨ જેટલી ગાયો આ રોગમાં સંક્રમિત થતાં એનિમલ કેર્સ ગૃપ દ્વારા તેમની સારવાર માટે ડોકટર સાથે વ્યવસ્થા કરાઈ હતી.લમ્પીગ્રસ્ત ગાયોને આઈસોલેશનમાં રાખવામાં આવેલ તેમાંથી ચાર તથા શહેરમાં એક નંદી મળી કુલ પાંચ પશુઓના મરણ નિપજ્યા હતાં. નાના વાછરડાને પણ આ રોગ લાગુ પડતા ખાઈ ના શકે, શ્વાસ ચડે તેવી તકલીફો જોવા મળી રહી છે. ખંભાળીયા નજીકના હરિપર ઉપરાંત રામનગર, શક્તિનગર, ધરમપુર, હર્ષદપુર વિસ્તારોમાં પણ આ રોગ સંક્રમિત થતાં ત્યાં પણ પશુઓમાં આ રોગ ફેલાયો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image