ગુજરાતમાં નવરાત્રીમાં રાત્રે 12 વાગે સુધી લાઉડ સ્પીકરની વગાડવાની મંજૂરી આપવામાં આવી

Tv9 | 2 days ago | 22-09-2022 | 09:55 pm

ગુજરાતમાં નવરાત્રીમાં રાત્રે 12 વાગે સુધી લાઉડ સ્પીકરની વગાડવાની મંજૂરી આપવામાં આવી

TV9 GUJARATI | Edited By: Chandrakant Kanoja Sep 22, 2022 | 5:50 PM ગુજરાતમાં (Gujarat) નવરાત્રીમાં (Navratri 2022) ખેલૈયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્ય સરકારે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન લાઉડ સ્પીકર(Loud Speaker)  વગાડવાની પરવાનગી રાત્રે 10 વાગેના બદલે 12 વાગે સુધી કરી છે. જેના પગલે ખેલૈયાઓ મન મૂકીને ગરબા રમી શકશે. આ અંગે ગૃહ મંત્રી હર્ષ સંઘવી ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે ”  જેમાં ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવામાં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને 9 દિવસ રાત્રીના 12.00 વાગે સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે.”ગુજરાતની સંસ્કૃતિનો મહત્વનો હિસ્સો અને દરેક ગુજરાતીઓનો આત્મા એવા માં દુર્ગાના મહોત્સવ, નવરાત્રીમાં પ્રજાજનોના ઉમંગ ,ઉત્સાહ આસ્થા અને લાગણીઓને સર્વોપરિતા આપીને ૯ દિવસ રાત્રીના ૧૨:૦૦ સુધી લાઉડ સ્પીકર પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવાની પરવાનગી આપવામાં આવી છે. pic.twitter.com/NVSjNWjQ7k— Harsh Sanghavi (@sanghaviharsh) September 22, 2022આ દરમ્યાન નવરાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગનું માનીયે તો આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને દમણમાં ભારે વરસાદ પડી શકે છે.જ્યારે સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ અને અમરેલી આસપાસ છૂટોછવાયો વરસાદ રહેશે.અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયો વરસાદ પડશે.તો આ તરફ ઉત્તર ગુજરાતમાં વરસાદની શકયતા નહીવત છે.કચ્છમાં સત્તાવાર રીતે ચોમાસાએ વિદાય લઇ લીધી છે.ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે..થંડર સ્ટ્રોમ એક્ટિવિટીને લઇને 23 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ થશે તથા 25 અને 26 સપ્ટેમ્બરે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.અમરેલી અને ભાવનગર સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળશે..નોંધનીય છે કે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.તથા નવરાત્રિમાં દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.હાલ, રાજયનાં 206 જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના 85.32 ટકા પાણી ભરાયું છે. તો રાજ્યમાં 117 જળાશય હાઇ એલર્ટ ૫ર રાખવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાં 97.10 ટકા પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં વરસાદની આગાહીને ધ્યાને રાખી NDRFની 8 ટીમોને અલગ અલગ જિલ્લાઓમાં ડીપ્લોય કરવામાં આવી છે. તો 7 ટીમોને સ્ટેન્ડ બાય રાખી રિઝર્વ રખાઈ છે.

Google Follow Image