રેટા કાલાવડ ગામના પ્રૌઢની હત્યાના ગુન્હામાં બે આરોપીને આજીવન કેદ

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

રેટા કાલાવડ ગામના પ્રૌઢની હત્યાના ગુન્હામાં બે આરોપીને આજીવન કેદ

સવા છ વર્ષ પહેલા શેઢા પાડોશીઓએ કર્યાે હતો હુમલોઃજામનગર તા. ૬ ઃ ભાણવડના રેટા કાલાવડ ગામમાં સવા છ વર્ષ પહેલા એક પરિવાર પર જીવલેણ હુમલો થયો હતો. જેમાં એક પ્રૌઢનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે મૃતકના પત્નીની ફરિયાદ પરથી શેઢા પાડોશીઓ સામે ગુન્હો નોંધ્યો હતો. તે કેસ ચાલી જતા ખંભાળિયાની સેશન્સ કોર્ટે બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રેટા કાલાવડમાં વસવાટ કરતા હેમરાજભાઈ મેસુરભાઈ લાડવા અને તેમના પત્ની કાંતાબેન અને પત્ર પરેશ ગઈ તા.૧૭-૫-૨૦૧૬ના દિને પોતાના ખેતર પાસે ઘાસ ખોદતા હતા ત્યારે શેઢા પાડોશી અરજણ માલદેભાઈ સરેણા, મારખી માલદે, ડાઈબેન અરજણ, વનીતાબેન મારખી અને મેહુલ મારખી નામના વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા અને અહીં કેમ ખોદો છો તેમ કહી બોલાચાલી કર્યા પછી અરજણે લાકડી વડે અને મારખી માલદેએ પાઈપ વડે પરેશ પર હુમલો કર્યાે હતો. જ્યારે અરજણ માલદેએ લાકડીથી હેમરાજભાઈને માર માર્યાે હતો.આ હુમલામાં ગંભીર ઈજા પામેલા પરેશ તથા તેના પિતા હેમરાજભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવાયેલા હેમરાજભાઈનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.આ બાબતની કાંતાબેન લાડવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૦૨, ૩૦૭ હેઠળ ગુન્હો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. તે કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ લાખાભાઈ ચાવડાએ પાંત્રીસ સાહેદ તપાસ્યા હતા. તે ઉપરાંત તબીબ, ઈજા પામનાર મૃતકના પુત્ર વગેરેની જુબાની રજૂ કરાઈ હતી. અદાલતે તેને ગ્રાહ્ય રાખી આરોપી પૈકીના અરજણ માલદે સરેણા, મારખી માલદે સરેણાને આઈપીસી ૩૦૨ તથા ૩૦૭ના ગુન્હામાં તક્સીરવાન ઠરાવ્યા હતા. આઈપીસી ૩૦૨ના ગુન્હામાં આજીવન કેદની સજા અને આઈપીસી ૩૦૭ના ગુન્હામાં દસ વર્ષની સખત કેદની સજા અને રૃા.૨૦ હજારનો દંડ ફટકાર્યાે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image