માત્ર પાંચ વર્ષની ઉંમરે ચેસ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવતો કુશ દાવડા

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

માત્ર પાંચ વર્ષની ઉંમરે ચેસ સ્પર્ધામાં તૃતીય સ્થાન મેળવતો કુશ દાવડા

જામનગર ડિસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશન દ્વારા આયોજીત હરિફાઈજામનગર તા. ૫ઃ જામનગર ડિસ્ટ્રીક્ટ ચેસ એસોસિએશન દ્વારા તાજેતરમાં પ્રેક્ટિસ ચેસ સ્પર્ધા અંડર-૯ યોજાઈ હતી. આ સ્પર્ધામાં માત્ર પાંચ વર્ષના ભુલકા કુશ રાજકુમાર દાવડાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું અને સૌને પ્રભાવિત કર્યા હતાં.આ અનોખી સિદ્ધિ હાંસલ કરવા બદલ સંસ્થાના પ્રમુખ શિવરાજસિંહ જાડેજા, હોદ્દેદારો અને આર્બિટર પંકજ ગણાત્રાએ કુશને બિરદાવ્યો હતો. કુશને માતા હીનાબેન, પિતા રાજકુમાર, દાદા કમલેશભાઈ, દાદી ઈલાબેન દાવડા તથા ભાઈ વિરલ તાલીમબદ્ધ કરી રહ્યા છે. કુશની સિદ્ધિ બદલ નાના નીતિનભાઈ કોટેચા અને નાની દક્ષાબેને પણ અભિનંદન પાઠવ્યા હતાં, અને ઉચ્ચ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image