ખંભાળીયાઃ તાલુકા પ્રા.શિ. કર્મચારી ગ્રાહક-શરાફી મંડળીની વાર્ષિક સભા સંપન્ન

Nobat | 5 days ago | 06-08-2022 | 04:10 pm

ખંભાળીયાઃ તાલુકા પ્રા.શિ. કર્મચારી ગ્રાહક-શરાફી મંડળીની વાર્ષિક સભા સંપન્ન

ખંભાળીયા તા. ૬ઃ ખંભાળીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ કર્મચારી ગ્રાહક અને શરાફી સહકારી મંડળીની ૩૨મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ રામભાઈ ખુંટીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં બીઆરસી પંકજભાઈ રાણા, જિ.શૈ.મહાસંઘના પ્રમુખ ઘેલુભાઈ છુંછર, તા.પ્રા.શિ. મહાસંઘના પ્રમુખ વેજાણંદભાઈ માડમ, મહામંત્રી લખમણભાઈ ભોચીયા, જિલ્લા મહિલા અધ્યક્ષ કિરણબેન સરપદડીયા, જિલ્લા મહામંત્રી સપનાબેન કાનાણી, ઈલાબેન વાઢેર, મારખીભાઈ ભાટીયા, ભીખુભાઈ રામ, માલદેભાઈ ભાદરકા, વજસીભાઈ ચુડાસમા, તાલુકા શાળાના આચાર્યો, સી.આર.સી પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતાં. મંત્રી હરદાસભાઈ કનારાએ વાર્ષિક હિસાબો રજુ કર્યા હતાં. પ્રમુખ રામભાઈ ખુંટીએ મંડળીમાં કરાયેલા સુધારાની જાહેરાત કરી હતી. આભારદર્શન પ્રકાશભાઈ ગોજીયાએ તથા સંચાલન દિવ્યાંગભાઈ ભારવાડીયાએ કર્યું હતું.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image