ખંભાળીયાઃ સેનાના જવાનોને એક હજાર રાખડી મોકલવાનું આયોજન

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

ખંભાળીયાઃ સેનાના જવાનોને એક હજાર રાખડી મોકલવાનું આયોજન

ખંભાળીયા તા. ૫ઃ ખંભાળીયાના બ્રહ્મસમાજ મિત્ર મંડળના ઉપક્રમે બ્રહ્મ સમાજના સન્નારી ગ્રુપની બહેનો દ્વારા પૂજન કરેલી એક હજાર રાખડીઓ સરહદ પર ફરજ બજાવતા સેનાના જવાનોને મોકલવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાખડીઓ જિલ્લાના એસ.પી. નિતેશ પાંડયેને તા. ૭-૮-૨૨ ના સાંજે વાગ્યે સુપરત કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનામાં સેવા કરનાર તબીબી યુનિયન તેમજ સ્મશાનમાં કોરોનાના મૃતકોના અગ્નિસંસ્કારની સેવા કરનાર કર્મચારી જગજીવન સોલંકીનું સન્માન કરવામાં આવશે. બ્રહ્મ સમાજ મિત્ર મંડળ દ્વારા દેશના એકસ આર્મીમેનના પડતર પ્રશ્નો અંગે ચાલતા આંંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. બપોરે ૨-૩૦ વાગ્યે એકસ આર્મીમેનની વીર વંદના રેલી રેલવે સ્ટેશનથી નીકળશે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image