ખંભાળિયાઃ ધરમપુર વિસ્તારમાં ગૌમાતાના અસંખ્ય મૃતદેહોને રઝળતા મૂકી દેવાયા!

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

ખંભાળિયાઃ ધરમપુર વિસ્તારમાં ગૌમાતાના અસંખ્ય મૃતદેહોને રઝળતા મૂકી દેવાયા!

ખંભાળિયા ન.પા. તંત્ર તથા પંચાયતકર્મીઓ દ્વારા મૃતદેહોના નિકાલ માટે દોડધામ!ખંભાળિયા તા. ૬ઃ ખંભાળિયામાં જિલા સેવા સદનની પાછળના ભાગમાં ધરમપુર ગ્રામ પંચાયતના વિસ્તારમાં પચ્ચાસ જેટલી ગાયોના મૃતદેહોને રઝળતા નાખી દેવાતા ગૌભક્તોમાં ભારે કચવાટ અને રોષની લાગણી ફેલાઈ છે.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લમ્પીના રોગચાળાના કારણે દરરોજ ગૌમાતાના મરણ થઈ રહ્યા છે. સત્તાવાર રીતે મૃત્યુનો આંક માત્ર ૬૩ જ દર્શાવાયો છે, પણ ખરેખર આખા જિલ્લામાં આ આંકડો ખૂબ મોટો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ગાયોના મૃતદેહોને ખુલ્લામાં રઝળતા મૂકી દેવાની બાબતે ફરિયાદો ઊઠવા પામી છે અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી ગઈ છે. ગૌભક્તોએ ગાયોના મૃતદેહોનો વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થિત નિકાલ કરવા માંગણી કરી હતી.ખંભાળિયા નગરપાલિકા દ્વારા જેસીબી જેવા સાધનોની મદદથી નજીકની ખાણના ઊંડા ખાડામાં દાટવાની કાર્યવાહી કરવામાં આવી છે. જે કામગીરી મોડી રાત સુધી ચાલી હતી.ગાયોના મૃતદેહોને જમીનમાં દાટવા તથા મીઠું નાંખવાની કામગીરીમાં સલાયાના ડીવી સોલ્ટવાળા હિતેષભાઈ પંચમતિયાએ ટ્રેક્ટર ભરીને મીઠું વિનામૂલ્યે આપ્યું હતું.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image