જામનગરના વોર્ડ નં. ૧ માં ઔદ્યોગિક તથા ગોડાઉન ઝોનમાં જંત્રીના ભાવ ઘટાડવા રજુઆત

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગરના વોર્ડ નં. ૧ માં ઔદ્યોગિક તથા ગોડાઉન ઝોનમાં જંત્રીના ભાવ ઘટાડવા રજુઆત

જામનગર તા. ૫ઃ જામનગર શહેરના વોર્ડ નં. ૧ માં ઔદ્યોગિક અને ગોડાઉન ઝોનમાં ઘણી ઓઈલ મીલો, ગોડાઉનો, સાબુના કારખાના તેમજ અન્ય ઔદ્યોગિક એકમો આવેલ છે જેમાંથી મોટા ભાગના ઔદ્યોગિક એકમો અત્યારે બંધ હાલતમાં છે અને તેમાંથી અમુક ગોડાઉનો તેમજ ઓઈલ મીલો તો વર્ષોથી બંધ હાલતમાં છે. વોર્ડ નં. ૧ છેવાડાનો અને સ્લમ વિસ્તાર છે, તેમાં જે તે સમયે શીપીંગ વ્યવસાય ખુબ જ સારો ચાલતો હોવાથી આ ઔદ્યોગિક એકમો અને ગોડાઉનો સારી કમાણી કરી શકતા હતાં. આશરે સને ૧૯૯૩ થી જામનગરનો શિપીંગ વ્યવસાય ખતમ થતો રહ્યો છે અને આજે શિપીંગ વ્યવસાય શૂન્ય બરાબર છે. જેને લીધે તેમજ અન્ય ધંધાકીય અગવડતાઓ અને મુશ્કેલીઓને કારણે અહિંના ઔદ્યોગિક એકમો અને ગોડાઉનો બંધ છે.આવી પરિસ્થિતિમાં આ મિલકતના માલિકો પોતાની મિલકત વેચવા માટે તૈયાર છે, પરંતુ જંત્રીના ઉંચા ભાવને કારણે ખરીદનાર તે મિલ્કત ખરીદતો નથી કારણ કે છેવાડાના અને સ્લમ વિસ્તારમાં આટલો ઉંચો જંત્રીભાવ દેવો ખરીદનારને પોસાય તેમ નથી. જો આ વિસ્તારના આ ઔદ્યોગિક અને ગોડાઉન ઝોનના જંત્રીભાવમાં ઘટાડો કરવામાં આવે તો આના ખરીદનારાઓ આ મિલકત ખરીદે અને અહિં નવા ઔદ્યોગિક એકમો સ્થપાય જેને લીધે સ્થાનિક તેમજ શહેરના લોકોને રોજગારી મળે. જામનગરના જીઆઈડીસી વિસ્તાર, શંકર ટેકરી, દરેડ ગોકુલનગર વિગેરેમાં જેમ ઉદ્યોગોનો વિકાસ થયો છે તેમ નહીં પણ વિકાસ થાય અને નવા ઉદ્યોગો સ્થપાય અને આ નવા ઉદ્યોગોને નજીકમાં જ બારમાસી બેડી બંદર હોવાથી નિકાસ બાબતે પણ ખૂબ જ સાનુકુળતા રહે તેમ છે આ ઉપરાંત જો આ ઔદ્યોગિક અને ગોડાઉન ઝોનને ઝોનફેર કરી રહેણાંક ઝોનમાં ફેરવવામાં આવે તો પણ રહેણાંકના મકાનો બનવાથી નાના મોટા રોજગારના એકમો અહિં કાર્યરત થાય અને નવા લોકોના વસવાટથી આ વિસ્તાર વિકાસ પામે. આ મહત્ત્વના મુદ્દે જામનગરના વોર્ડ નં. ૧ ના ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર હુસેનાબેન સંઘારે રાજ્ય સરકારમાં રજુઆત કરી છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image