જામનગર કો.કો. બેંકની ઉદ્યોગનગર શાખાના બિલ્ડીંગનું નવીનિકરણ પૂર્ણ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

જામનગર કો.કો. બેંકની ઉદ્યોગનગર શાખાના બિલ્ડીંગનું નવીનિકરણ પૂર્ણ

જામનગર તા. પઃ જામનગરની કોમર્શિયલ કો-ઓપરેટિવ બેંક લિ. ની શંકરટેકરી ઉદ્યોગનગર શાખાના બિલ્ડીંગનું નવીનિકરણ કરવામાં આવ્યું છે. આ નવીનિકરણ સાથેના બિલ્ડીંગને ખુલ્લુ મૂકવાનો સમારોહ બેંકના સ્થાપના દિને યોજાયો હતો.આ પ્રસંગે બેંકના જોઈન્ટ એમડી મહેશભાઈ રામાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું.બેંકના ચેરમેન ડો. બિપીનચંદ્ર ટી. વાધર, વાઈસ ચેરમેન કેતનભાઈ માટલિયા, મેનેજીંગ ડાયરેક્ટર પ્રવિણચંદ્ર વી. ચોટાઈ, સિનિયર ડાયરેક્ટરો ઈન્દુલાલ સી. વોરા, જીતેન્દ્રકુમાર એસ. શાહ અને ડાયરેક્ટર વિજયભાઈ સંઘવી, જમનાદાસભાઈ સીયાણી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડી.એચ. કોડિયાતર અને ભાવિનભાઈ કામદાર, બેંકના જનરલ મેનેજર સુરેશભાઈ રાયઠઠ્ઠા, શાખા મેનેજરો, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતાં.દીપપ્રાગટ્ય સિનિયર ડાયરેક્ટર ઈન્દુભાઈ સી. વોરા અને બેંકના ચેરમેન ડો. બિપીનચંદ્ર ટી. વાધર દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બેંકના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર પ્રવિણભાઈ વી. ચોટાઈએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે, બેંકના આ બિલ્ડીંગનું કાર્ય ખૂબ જ ટૂંકા ગાળામાં સુંદર રીતે પૂર્ણ કરાવી આપવા બદલ બેંકના જો. મેનેજીંગ ડાયરેક્ટર મહેશકુમાર બી. રામાણી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી તેઓને અભિનંદન આપ્યા હતાં.આ પ્રસંગે સંજોગો વસાત ઉપસ્થિત ન રહી શકનાર ડાયરેક્ટર સર્વે જયંતિલાલ એસ. ચંદરિયા, કુશકુમાર એમ. ઉદાણી, વિઠ્ઠલભાઈ આર. માકડિયા, જીતેન્દ્ર એચ. લાલ, શ્રીમતી અસ્મિતાબેન શાહ, ભારતીબેન પટેલ, અશ્વિનભાઈ બરછા અને પ્રોફ. ડાયરેક્ટર વિવેકભાઈ ગાંધી અને ધવલભાઈ શાહ તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ખૂશ્બુબેન ઠક્કરે શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમનું સંચાલન જો. મેનેજીંગ ડાયરેક્ટર મહેશકુમાર બી. રામાણી, મેનેજર પરિમલ સી. વસંત અને શાખા ઈન્ચાર્જ ભાર્ગવ કે. વસંતે કર્યું હતું.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image