પેરા પાવરલિફ્ટીંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલઃ દિવ્યાંગ સુધીરે રચ્યો ઈતિહાસ

Nobat | 6 days ago | 05-08-2022 | 04:10 pm

પેરા પાવરલિફ્ટીંગમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલઃ દિવ્યાંગ સુધીરે રચ્યો ઈતિહાસ

પાંચ વર્ષની ઉંમરે પોલિયો થયો હતો-ર૦૧૩ થી પાવરલિફ્ટીંગ શરૃ કર્યું હતુંઃબર્મિંગહામ તા. પઃ કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટીંગમાં ગોલ્ડ મેડલ મેળવીને દિવ્યાંગ સુધીરે ઈતિહાસ રચ્યો છે, કારણ કે પેરા પાવરલિફ્ટીંગમાં તેઓ પ્રથમ ગોલ્ડમેડાલિસ્ટ બની ગયા છે.કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ સર્જી દીધો છે. તેઓ પેરા પાવરલિફ્ટીંગ (દિવ્યાંગ એથ્લીટ્સ માટેનું વેઈટલિફ્ટીંગ) માં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય એથલીટ બની ગયા છે. અગાઉ ર૦૧૪ માં પાવરલિફ્ટર સકિના ખાતૂને બ્રોન્ડ મેડલ મેળવ્યો હતો. સુધીરે પુરુષો માટેની હેવી વેઈટ કેટેગરીમાં ર૧ર કિ.ગ્રા. વજન ઊઠાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ૮૭.૩૦ કિ.ગ્રા. વજન ધરાવતા સુધીરે રેક હાઈટ ૧૪ સાથે પ્રથમ પ્રયત્નમાં ર૦૮ કિ.ગ્રા. વજન ઊઠાવ્યું હતું.બીજા પ્રયત્નમાં તેમણે ર૧ર કિ.ગ્રા. વજન ઊઠાવ્યું હતું. સુધીરે ર૧ર કિ.ગ્રા. વજન લિફ્ટ કરવાની સાથે જ એક નવો ગેમ્સ રેકોર્ડ પણ બનાવ્યો છે. પોતાના અંતિમ પ્રયત્નમાં સુધીર ર૧૭ કિ.ગ્રા. વજન ઊઠાવવામાં અસફળ રહ્યા હતાં, જો કે ૧૩૪.પ પોઈન્ટ્સ સાથે સુધીર ટોપ પર રહ્યા અને ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.ર૭ વર્ષથી સુધીરે ગોલ્ડ મેડલ સાથે બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં ભારત માટે પેરા રમતોમાં મેડલ્સનું ખાતું ખોલ્યું છે. મેન્સ હેવી વેઈટ કેટેગરીમાં સુધીર પછી નાઈજિરિયાના ઈકેચુકુ ક્રિસ્ટિયન ઓબિચુકુએ ૧૩૩.૬ પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યૂલે ૧૩૦.૦ પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સુધીરે અગાઉ જૂન મહિનામાં દક્ષિણ કોરિયામાં વિશ્વ પેરા પાવરલિફ્ટીંગ એશિયા-ઓશિનિયા ઓપન ચેમ્પિયનશીપમાં પુરુષોની ૮૮ કિ.ગ્રા. વેઈટ કેટેગરીમાં ર૧૪ કિ.ગ્રા.ના સર્વશ્રેષ્ઠ લિફ્ટી સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત સુધીરે ર૦રર ની હાંગ્ઝૂ એશિયાઈ પેરા ગેમ્સ માટે પણ ક્વોલિફાઈ કર્યું છે.ભારત માટે આ કુલ ર૦ મો મેડલ બની રહ્યો છે. જેમાં ૬ ગોલ્ડ, ૭ સિલ્વર તથા ૭ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. પદક મેળવવાની રેસમાં ભારત સાતમા ક્રમે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image