India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા

Abp News | 5 days ago | 06-08-2022 | 11:36 am

India Corona Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 19,406 કેસ, દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા

India Corona Cases Today: ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે.  સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 19,406 નવા કેસ નોંધાયા છે અને 49 સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 1,34,793 થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક 5,26,649 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 4,34,65,552 લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ 205,92,20,794 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 32,73,551 ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ 4.96 ટકા છે.ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા કેસજુલાઈ મહિનામાં નોંધાયા 5.40 લાખથી વધુ કેસદેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જોકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં 5.40 લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં 22 જુલાઈના રોજ સૌથી વધુ 21,880 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 23 જુલાઈએ મહિનાના સૌથી વધુ 67 સંક્રમિતોના મોત  થયા હતા. 5 જુલાઈએ સૌથી ઓછા 13,086 કેસ નોંધાયા હતા.#COVID19 | India reports 19,406 fresh cases and 19,928 recoveries in the last 24 hours. Active cases 1,34,793Daily positivity rate 4.96% pic.twitter.com/PfuIQ4m7F8

Google Follow Image