મેઘપર પાસે ગેસનું ગેરકાયદે રીફીલીંગ કરતો પરપ્રાંતીય એલસીબીની ગિરફતમાં

Nobat | 4 days ago | 05-08-2022 | 04:10 pm

મેઘપર પાસે ગેસનું ગેરકાયદે રીફીલીંગ કરતો પરપ્રાંતીય એલસીબીની ગિરફતમાં

ખાલી તથા ભરેલા છવ્વીસ બાટલા કબજે કરાયાઃજામનગર તા. ૫ ઃ જામનગર નજીકના મેઘપરમાં ગઈકાલે એલસીબીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી ગેસનું રીફીલીંગ પકડી પાડ્યું છે. ખાલી તથા ભરેલા છવ્વીસ બાટલા સાથે એક પરપ્રાંતીયની અટકાયત કરવામાં આવી છે.જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામના પાટિયા પાસે ગેરકાયદેસર રીતે રાંધણગેસનું રીફીલીંગ કરવામાં આવતું હોવાની બાતમી જામનગર એલસીબીના અજયસિંહ, યશપાલસિંહ, દોલતસિંહ જાડેજાને મળતા ગઈકાલે એલસીબી સ્ટાફે પડાણા ગામના રહેવાસી રામસ્વરૃપ મદનલાલ પારીક નામના શખ્સના રહેણાંકમાં દરોડો પાડ્યો હતો.તે સ્થળેથી ગેસ ભરેલા નાના મોટા દસ બાટલા મળી આવ્યા હતા. જ્યારે સોળ ખાલી બાટલા પણ સાંપડ્યા હતા. તે ઉપરાંત સ્થળ પરથી ગેસ રીલીફીંગ માટે રાખવામાં આવેલી સામગ્રી પણ મળી આવી હતી. કુલ રૃા.૬૧,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી એલસીબીના યશપાલસિંહએ મેઘપર પોલીસ સ્ટેશનમાં રામસ્વરૃપ પારીક સામે ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image