વડત્રાના પરિણીતાની આત્મહત્યાના ગુન્હામાં પતિને ત્રણ વર્ષની કેદસજા

Nobat | 3 days ago | 06-08-2022 | 04:10 pm

વડત્રાના પરિણીતાની આત્મહત્યાના ગુન્હામાં પતિને ત્રણ વર્ષની કેદસજા

આત્મહત્યાની દુષ્પ્રેરણાનો નોંધાયો હતો ગુન્હોઃજામનગર તા.૬ ઃ ખંભાળિયાના વડત્રા ગામના એક પરિણીતાએ પતિના ત્રાસના કારણે કંટાળી પોણા છ વર્ષ પહેલા અગનપછેડી ઓઢી આત્મહત્યા કરી લીધી હતી. તેણીના ભાઈએ બનેવી સામે ફરિયાદ નોંધાવી હતી. તે ગુન્હામાં અદાલતે આરોપી પતિને ત્રણ વર્ષની કેદ સજા ફટકારી છે.ખંભાળિયા તાલુકાના વડત્રા ગામના પ્રવીણસિંહ ભૂપતસિંહ જાડેજા સાથે માંગરોળ તાલુકાના રહીજ ગામના કંચનબા મુળૂભા ચુડાસમાના લગ્ન થયા પછી ગઈ તા.૨૮-૧૦-૨૦૧૬ના દિને કંચનબાએ પોતાના શરીર પર કોઈ જ્વલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા આ મહિલાનું મૃત્યુ થયું હતું.ત્યારપછી કંચનબાના ભાઈ કનુભા ચુડાસમાએ પોતાની બહેનને બનેવી પ્રવીણસિંહે અવારનવાર શરાબનો નશો કરી મારકૂટ કરવા અને ત્રાસ આપી મરી જવાની દુષ્પ્રેરણા આપવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.તે કેસ ચાલી જતાં ખંભાળિયાની સેશન્સ કોર્ટે સરકારી વકીલ કે.સી. દવેની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી પ્રવીણસિંહ ભૂપતસિંહ જાડેજાને ત્રણ વર્ષની કેદ અને રૃા.૧૫૦૦નો દંડ ભરવા આદેશ કર્યાે છે.જોઆપનેઆપોસ્ટગમીહોયતોશેરકરો...Follow us:આજપ્રકારનીબીજીપોસ્ટમાટેઅમારીએપડાઉનલોડકરો.Android:https://rb.gy/surhtvApple ios:https://rb.gy/cee4r9Social Mediaઅમારાફેસબુકપેજનેલાઇકકરોઅનેમેળવોતમામઅપડેટસ.https://www.facebook.com/nobatdaily/ફોટોસ્ટોરીમાટેઅમારાઇન્સ્ટાગ્રામપેઈજનેફોલ્લોકરોhttps://www.instagram.com/nobatdaily?r=nametag

Google Follow Image